ખેલ-જગત
News of Wednesday, 30th May 2018

કોહલી સીએટ ક્રિકેટર ઑફ ધ યરનો એવોર્ડ જીત્યો :રોહિત શર્માએ એવોર્ડ સ્વીકાર્યો

શિખર ધવન, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર અને પૂર્વ ક્રિકેટર ફારુખ એન્જિનિયર પણ સન્માનિત

 

નવી દિલ્હી :ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સિએટ ક્રિકેટર ઑફ યરનો એવોર્ડ જીત્યો હતો સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ્ઝમાં કોહલી પોતે હાજર રહી શક્યો નહોતો અને તેના બદલામાં રોહિત શર્માએ એવોર્ડ લીધો હતો.

  ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટનેઈન્ટરનેશનલ બોલર ઑફ યરજ્યારે ન્યૂઝીલેન્ડના કૉલિન મુનરોને વર્ષનો બેસ્ટ ટી20 પ્લેયર પસંદ કરવામાં આવ્યો.

   ગત વર્ષમાં વિરાટ કોહલીએ બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું અને વન-ડે તથા ટેસ્ટમાં અનેક રેકોર્ડ તોડ્યા અને બનાવ્યા. કોહલી ઉપરાંત અન્ય 5 ભારતીય ખેલાડીઓને પણ જુદા-જુદા એવોર્ડથી નવાજવામાં આવ્યા. જેમાં શિખર ધવન, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર અને પૂર્વ ક્રિકેટર ફારુખ એન્જિનિયર પણ શામેલ હતા.

   IPLમાં શાનદાર બોલિંગ વડે લોકોનું દિલ જીતનારા અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનને ટી20ના બેસ્ટ બોલરનો એવોર્ડ આપી સન્માનિત કરાયો. સિવાય ધાકડ બેટ્સમેન ક્રિસ ગેઈલ પીપલ્સ ચૉઈસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો.

(12:45 am IST)