ખેલ-જગત
News of Wednesday, 30th May 2018

અફગાનિસ્તાન સીરીજમાંથી બહાર થયો આ ઝડપી બોલર

નવી દિલ્હી: બાંગ્લાદેશનો ઝડપી બોલર મુસ્તફિઝુર રહમાન ઇજાના કારણે અફગાનિસ્તાન સામેની ભારતના દેહરાદૂનમાં રમાનાર આગામી ટી-20 સીરીજમાંથી બહાર થઇ ગયો છે.

ઝડપ બોલરને આઇપીએલ 2018માં મેચ દરમિયાન ઇજા થઇ હતી. જ્યાં તે મુંબઈ ઇંડિયસન તફરથી રમતો હતો. મુસ્તફિઝુર આઇપીએલ પ્લે ઓફ પછી સ્વદેશ જતો રહ્યો હતો જ્યાં તેને રાષ્ટ્રીય ટીમ ભાગ લેવાનો હતો પણ ઇજાના લીધે તે ટીમમાં સામેલ ન થયો. બાંગ્લાદેશ અને અફગાનિસ્તાન ત્રણ ટી20 મેચ ભારતના દેહરાદૂન ખાતે ત્રણ, પાંચ અને સાત જૂને રમશે.  

(5:04 pm IST)