ખેલ-જગત
News of Wednesday, 30th May 2018

વેસ્ટ ઇન્‍ડીઝમાં ક્ષતિગ્રસ્ત સ્‍ટેડીયમના પુનઃનિર્માણ માટે આયોજીત વર્લ્ડ ઇલેવન ક્રિકેટ ટીમમાં બિમારીના કારણે હાર્દિક પંડ્યાની જગ્‍યાઅે મોહમ્‍મદ શમી

નવી દિલ્‍હીઃ વેસ્‍ટ ઇન્‍ડીઝમાં ગયા વર્ષે તોફાનમાં જર્જરીત ક્રિકેટ સ્‍ટેડીયમના પુનઃ નિર્માણ માટે વર્લ્ડ ઇલેવન ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે જેમાં બિમારીની સારવાર લઇ રહેલા હાર્દિક પંડ્યાની જગ્‍યાઅે ભારતીય ફાસ્‍ટ બોલર મોહમ્‍મદ શમીને લેવામાં આવેલ છે. આ મેચ કાલે તા.૩૧ને ગુરૂવારે વેસ્‍ટ ઇન્‍ડીઝ સામે લોર્ડસમાં ટી-૨૦ રમાશે.

ઇંગ્લેન્ડનો લેગ સ્પિનર આદિલ રાશિદને પણ વર્લ્ડ ઇલેવન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ મેચમાંથી થનારી કમાણીનો ઉપયોગ વેસ્ટ ઇન્ડીઝમાં ગત વર્ષે તોફાનથી ક્ષતિગ્રસ્ત થયેલા સ્ટેડિયમના પુનનિર્માણમાં કરવામાં આવશે. મોહમ્મદ શમીને ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યો છે. જે વાયરલ સંક્રમણને કારણે ખસી ગયો છે. દિનેશ કાર્તિક ભારતનો બીજો ખેલાડી છે, જેને વર્લ્ડ ઇલેવન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ ટીમમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનના 2-2 અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાનો એક-એક ખેલાડી સામેલ છે. રાશિદ ઇંગ્લેન્ડનો બીજો ખેલાડી છે જેને ટીમમાં રાખવામાં આવ્યો છે. આ ટીમની કેપ્ટન્સી ઇયાન મોર્ગન કરશે.

આઇસીસીની વર્લ્ડ ઇલેવન ટીમ: ઇયાન મોર્ગન (કેપ્ટન, ઇંગ્લેન્ડ), શાહિદ આફ્રિદી (પાકિસ્તાન), તમીમ ઇકબાલ (બાંગ્લાદેશ), દિનેશ કાર્તિક (ભારત), રાશિદ ખાન (અફઘાનિસ્તાન), સંદીપ લામિછાને (નેપાળ), મિશેલ મેકલેનેઘન (ન્યૂઝીલેન્ડ), શોએબ મલિક (પાકિસ્તાન), થિસારા પરેરા (શ્રીલંકા), લ્યૂક રોન્ચી (ન્યૂઝીલેન્ડ), આદિલ રાશિદ (ઇંગ્લેન્ડ), મોહમ્મદ શમી (ભારત)

(3:26 am IST)