ખેલ-જગત
News of Wednesday, 30th May 2018

૧૪ દેશોના ૪૨૨ ખેલાડીઓની આજે કબડ્ડી લીગમાં થશે હરાજી

આજથી મુંબઈમાં બે દિવસ માટે પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સીઝન માટેના ૧૪ દેશોના ૪૨૨ ખેલાડીઓ માટે હરાજીનો પ્રારંભ થશે. ૪૨૨ ખેલાડીઓ પૈકી ૮૭ ખેલાડીઓની પસંદગી ફયુચર કબડ્ડી હીરોઝ કાર્યક્રમના આધારે પસંદગી થઈ છે તો ૫૮ વિદેશી ખેલાડીઓ છે. એમાં ઈરાન, બંગલાદેશ, જાપાન, કેન્યા, કોરીયા, મલેશીયા અને શ્રીલંકાના ખેલાડીઓનો સમાવેશ છે. કુલ ૧૨ ટીમ પૈકી નવ ટીમે ૨૧ ખેલાડીઓને રીટર્ન કર્યા છે. દરેક ટીમ ૧૮ થી ૨૫ ખેલાડીઓ ખરીદવા માટે કુલ ૪ કરોડ રૂપિયા ખર્ચશે.

(4:27 pm IST)