ખેલ-જગત
News of Wednesday, 30th May 2018

ગોલ્ડન ટેમ્પલમાં બ્રેટ લીની કાર સેવા

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર બ્રેટ લી એ અમૃતસરમાં આવેલા ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી. શાનદાર પાઘડી સાથે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બ્રેટ લીએ મંદિરમાં કારસેવા દરમિયાન ભોજન બનાવવાનો તેમજ યાત્રાળુઓને પીરસવાનો આનંદ પણ લીધો હતો. બ્રેટ લીએ અમૃતસરમાં યુનિવર્સલ ન્યુબોર્ન હિયરીંગ સ્ક્રીનીંગ પ્રોગ્રામના લોન્ચીંગમાં પણ ભાગ લીધો હતો. બ્રેટ લીનો પુત્ર જયારે ચાર વર્ષનો હતો ત્યારે એક અકસ્માતને કારણે તેણે થોડા સમય માટે પોતાની સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. આઠ મહિના બાદ તેના પુત્રની સાંભળવાની ક્ષમતા તો પાછી આવી ગઈ, પરંતુ ત્યારબાદ પોતાના પર વિતેલા ખરાબ અનુભવને ધ્યાનમાં રાખીને બ્રેટ લી છેલ્લા ત્રણ વર્ષથી બાળકોમાં સાંભળવાની ક્ષમતાને મામલે જાગૃતિ લાવવાના કાર્યક્રમમાં જોડાય છે. તેણે પંજાબ સરકારને પણ નવજાત બાળકોની સાંભળવાની ક્ષમતા ચકાસણી કરવાના કાર્યક્રમ અપનાવવા માટે અપીલ કરી હતી.

(4:47 pm IST)