ખેલ-જગત
News of Wednesday, 30th May 2018

પોર્ટુગલની મેચ ડ્રો : ફ્રાન્સની આયર્લેન્ડ પર શાનદાર જીત

ફિફા વર્લ્ડ કપન તૈયારીમાં તમામ ટીમો લાગી : વર્લ્ડ કપ પહેલા પ્રેકટીસ મેચની શરૂઆત થઇ : મેક્સિકો અને વેલ્સ વચ્ચે મેચ કોઇ પણ ગોલ વગર ડ્રોમાં પરિણમી

મોસ્કો,તા. ૩૦ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ફુટબોલ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે ફિકા વર્લ્ડ કપ ફુટબોલન શરૂઆત થવા આડે ગણતરીના દિવસો રહ્યા છે. તમામ ટીમો તૈયારીમાં વ્યસ્ત બની ગઇ છે. ફિકા વિશ્વ કપની તૈયારીમાં વ્યસ્ત બનેલી ટીમો વચ્ચે પ્રેકટીસ મેચો શરૂ થઇ ગઇ છે. યુરોપિયન ચેમ્પિયન પોર્ટુગલની ટ્યુનેશિયા સામેની મેચ ૨-૨થી ડ્રોમાં પરિણમી છે. પોર્ટુગલે ૨-૦થી  લીડ મેળવી હોવા છતાં તેને જીત મેળવી લેવામાં સફળતા મળી ન હતી. તેને ડ્રોથી સંતોષ માનવાની ફરજ પડી હતી. જ્યારે વર્લ્ડ કપ માટે દાવેદાર ટીમો પૈકીની એક એવી ફ્રાન્સે આયર્લેન્ડ પર ૨-૦થી જીત મેળવી હતી. રશિયામાં ૧૪મી જુનથી ફિફા વર્લ્ડ કપની રોમાંચક શરૂઆત થવા જઇ રહી છે. હવે પ્રેકટીસ મેચોનો દોર શરૂ થયો છે. મુખ્ય સ્પર્ધા પહેલા પોતાની તૈયારીને મજબુત કરવા માટે પ્રેકટીસ મેચ રમી રહી છે.પોર્ટુગલની ટીમ મેચમાં તેના કેપ્ટન અને સ્ટાર ખેલાડી રોનાલ્ડો વગર મેદાનમાં ઉતરી હતી. રોનાલ્ડોએ ચેમ્પિયન લીગની છેલ્લી ફાઇનલ મેચમાં પોતાની ટીમ રિયલ મેડ્રીડની જીતમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી.ટ્યુનેશિયાએ પોર્ટુગલની તૈયારીની પોલ ખોલી દીધી હતી. પોર્ટુગલની ટીમ ગ્રુપ બીમાં સ્પેન, મોરક્કો અને ઇરાન સાથે રમનાર છે. મેચમાં આન્દ્રે સિલ્વા અને જોઓ મારિયાએ ગોલ કર્યા હતા. જ્યારે ટ્યુનેશિયા તરફથી એનિસ અને યુસેફે ગોલ કર્યા હતા.બીજી બાજુ પોતાના ૬૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ફિકા વર્લ્ડ કપમાં ક્વોલિફાિંગ નહીં કરી ચુકેલી ઇટાલીએ સાઉદી અરેબિયા સામે ૨-૧થી જીત મેળવી હતી. બીજી બાજુ અમેરિકાના રોસ બોલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મેક્સિકોએ વેલ્સ સામે જીત મેળવી લેવામાં સફળતા મળી ન હતી. વેલ્સ અને મેક્સિકોએ ગોલ કરવાના અનેક મોકા ગુમાવી દીધી હતા.બીજી બાજુ પેરિસમાં રમાયેલી એક મેચમાં ફ્રાન્સે શાનદાર રમત રમીને આયર્લેન્ડ પર ૨-૦થી જીત મેળી હગતી. ફ્રાન્સ તરફથી ઓિલિવર ગિરાલ્ડ અને ફેકિરે ગોલ કર્યા હતા. મેચમાં ફ્રાન્સના એન્ટોની ગ્રીજમેન, પોલ પોગ્બા અને ગોલોએ મેચમાં ભાગ લીધો ન હતો. જો કે તેમની ગેરહાજરીમાં ગિરાલ્ડ, ફેકિરે શાનદાર રમત રમી હતી. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ છે. વર્તમાન ચેમ્પિયન જર્મની આ વખતે પણ ફોટફેવરીટ તરીકે છે. રશિયામાં ૧૪મી જુનથી તેની શરૂઆત થયા બાદ ૧૫મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આી છે. આ વર્લ્ડ કપમાં ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે પહોંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ ટીમો પૈકી ૧૪ ટીમો તો બે ટુ બેક આવી છે. જે વર્ષ ૨૦૧૪માં પણ રમી હતી. જેમાં વર્તમાન ચેમ્પિયન જર્મની સામેલ છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે. જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે.

(4:28 pm IST)