ખેલ-જગત
News of Friday, 30th April 2021

સેહવાગને ગાયકવાડમાં દેખાય છે ચેન્નઇનો ભવિષ્યનો કેપ્ટન

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વીરેન્દર સેહવાગને ભવિષ્યનો ચેન્નઇનો કેપ્ટન દેખાય છે. તેણે કહ્યું કે 'હું પર્સનલી ઋતુરાજ ગાયકવાડને ઓળખતો નથી કે કયારેય મળ્યો નથી, પણ મને લાગે છે કે જો એકાદ-બે વર્ષએ ચેન્નઇ ટીમને મળ્યો તો તેનામાં કેપ્ટન બનવાનાં બધાં જ લક્ષણ છે. એ જવાબદારીથી ભાગતો નથી કે નથી બિનજરૂરી તેનો વિકેટ ફેંકી દેતો. તે ખૂબ શાંતિચિત્તે રમે છે અને બરાબર જાણે છે કે કયારે રિસ્ક લેવું અને દરેક પરિસ્થિતિમાં કેવી રીતે રમવું.'

(4:03 pm IST)