ખેલ-જગત
News of Monday, 30th March 2020

કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ટીમ ઈન્ડિયાના અસલી 'બોસ' કોણ છે

નવી દિલ્હી: જ્યારે બે હાઈ-પ્રોફાઇલ લોકો કોઈ ટીમના કોચ અને કેપ્ટનની સ્થિતિમાં હોય ત્યારે તે કહેવું મુશ્કેલ છે કે ટીમમાં બેમાંથી કોને વધુ માનવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમની વાત કરીએ તો આવું જ કંઈક જોવા મળે છે. ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી છે અને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન વિરાટ કોહલી છે. આવી સ્થિતિમાં રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયાનો અસલ બોસ ગણાવ્યો છે.શાસ્ત્રીનું માનવું છે કે વિરાટ દરેક બાબતમાં ટીમને સામેથી દોરી જાય છે અને આ રીતે તે બાકીના ખેલાડીઓ માટે એક ઉદાહરણ બની જાય છે. તેણે આ માટેનું કારણ સમજાવ્યું અને કહ્યું કે કોહલી રમતના તમામ પાસાથી ટીમને લીડ કરે છે, તેથી તે 'બોસ' છે. શાસ્ત્રી સ્કાય સ્પોર્ટ્સ પોડકાસ્ટ પર નાસિર હુસેનનાં પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. તેણે કહ્યું, "હું હંમેશાં માનું છું કે કેપ્ટન બોસ છે. કોચિંગ સ્ટાફની જવાબદારી છે કે ખેલાડીઓ શ્રેષ્ઠ રીતે તૈયાર કરવામાં આવે જેથી ખેલાડીઓ ક્રિકેટ રમવા માટે બહાદુર, સકારાત્મક અને નિર્ભય બનવા માટે મેદાન પર ઉતરે."

(5:07 pm IST)