ખેલ-જગત
News of Sunday, 29th November 2020

ધીમા ઓવર રેટ માટે માત્ર દંડ પુરતો નથી : પુર્વ ખેલાડીયોએ સખત સજાની માંગ કરી

કોહલી પર ધીમી ઓવર રેટ પગલે મેચ ફીની 20 ટકા દંડ ફટકારાયો

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સિડનીમાં રમાયેલી મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલી પર ધીમી ઓવર રેટ ને મેચ ફીની 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. મેચ ખતમ થવાના પછી ઓસ્ટ્રેલીયાનો બેટ્સમેન સ્ટીવ સ્મિથે પણ કહ્યુ કે, તેના કેરીયરની સૌથી લાંબી મેચ હતી. આમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓવર રેટ સુધારવા માટે ધીમા રેટ મામલે દંડ માત્રને બદલે હવે સખત સજાની પણ માંગ કરી છે

 . ઓસ્ટ્રેલીયાના ખેલાડી કૈલમ ફરગ્યુશન અને પૂર્વ ક્રિકેટર જેસન ગિલેસ્પીએ કહ્યુ છે કે, ક્રિકેટ અધિકારીઓએ આંતર રાષ્ટ્રીય સ્તર પર ધીમી ઓવર ગતિને લઇને સખત પગલા ભરવા જોઇએ. ફરગ્યુશને કહ્યુ કે, આ નિશ્વિત રીતે પ્રશાસનનુ દબાણ નહી હોવાને લઇને આમ થઇ રહ્યુ છે. આટલા લાંબા સમયથી કેમ આમ થઇ રહ્યુ છે. ફક્ત આ ફોર્મેટમાં નહી પરંતુ ત્રણેય ફોર્મેટમાં, આપણે સખત પગલા ભરવા જોઇશે. તેમણે કહ્યુ હતુ કે, ઘરેલુ સ્તર પર આ મોટી સમસ્યા નથી હોતી. ઘરેલુ ક્રિકેટ માં જ્યારે તમે વિશ્વ સ્તરના ખેલાડીઓને જુઓ છો તો એ સતત પ્રયાસ કરતા રહેતા હોય છે કે ઓવર રેટનુ ધ્યાન રાખવામાં આવે.

વલી ગીલીસ્પિએ પણ ટ્વીટ કર્યુ હતુ કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓવર રેટ સુધારવાની જરુર છે. ભારત અને ઓસ્ટ્રેલીયા સામેની શુક્રવારની મેચમાં પ્રથમ વન ડે, નિર્ધારીત સમય થી એક કલાક મોડે સુધી ચાલી હતી. મેચ સ્થાનિક સમયનુસાર 10-15 પર સમાપ્ત થવાની હતી તેને બદલે 11-10 એ પુરી થઇ શકી હતી. આમ મેચ બાદ સ્મિથે કહ્યુ હતે કે મેં આના થી વધારે લાંબી 50 ઓવરોની મેચ નથી રમી, મને નથી ખબર કે આ કેવી રીતે થયુ, જોકે આ અત્યાર સુધી ની લાંબી મેચ હતી એમ લાગ્યુ.

(12:06 pm IST)