ખેલ-જગત
News of Tuesday, 29th September 2020

મારી નવી સ્ટાઇલથી મારામાં કોન્ફીડન્સ આવી ગયો છેઃ એક સમયે હું નાસી પાસ થઇ ગયો'તો

છગ્ગાઓની સદી ફટકારનાર સંજુ સેમશન કહે છે

શાહજાહ : આઈપીએલ પહેલાં રાજસ્થાન ટીમ બાબતે જોશ બટલર, ડેવિડ મિલર, સ્ટીવન સ્મિથ અને બેન સ્ટોકસની વાતો થયા કરતી હતી, પણ જેવી ટુર્નામેન્ટ શરૂ થઈ કે આ બધાને બાજુમાં રાખીને વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન સુપરસ્ટાર બની ગયો.  

  તેની ગગનચુંબી સિકસરોએ હર કોઈનાં દિલ જીતી લીધાં છે. રાજસ્થાનના બ્રેન્ડ એમ્બેસેટર અને મેન્ટર શેનવોર્ન પણ કહેવું પડ્યું, 'મને નવાઈ લાગે છે કે સેમસન ભારતીય ટીમ વતી દરેક ફોર્મેટમાં કેમ નથી રમતો.?

 સેમસને કહ્યું કે 'હવે મારી એ સ્ટાઇલ જાળવી રાખવા માગું છું, કેમ કે એનાથી મારામાં કોન્ફિડન્સ આવી ગયો છે. ગેમ જીતીને સારું લાગી રહ્યું છે. હું ઘણી મહેનત કરી રહ્યો હતો, પણ ધાર્યા પ્રમાણે કંઈ થઈ નહોતું રહ્યું. ઘણું બધું ટ્રાય કર્યા બાદ હું નાસીપાસ થઈ ગયો હતો. ત્યાર બાદ મેં ઘણું આત્મવિશ્લેષણ કર્યું.

  મેં મારી જાતને પૂછ્યું કે મારે સફળતા મેળવવા શું કરવું જોઈએ? મેં મારી જાતને જ જવાબ આખો કે મારા હાથમાં હજી ૧૦ વર્ષ છે અને હું આ ૧૦ વર્ષમાં આ સુંદર રમતને મારું સર્વસ્વ આપી દેવા માગું છું. તમારામાં તાકાત તો તમારા પરિવારજનોમાંથી આવે છે. મારા પપ્પા ઘણા પાવરફુલ માણસ છે.'

(3:18 pm IST)