ખેલ-જગત
News of Wednesday, 29th August 2018

એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમનો ધન ધના ધન ગોલ....: શ્રીલંકાને આપી 26-0થી માત

નવી દિલ્હી:ભારતીય મેન્સ હોકી ટીમે એશિયન ગેમ્સમાં જીતનો સિલસિલો જારી રાખતાં સતત પાંચમી અને આખરી લીગ મેચમાં ૨૬-૦થી શ્રીલંકાને કચડી નાંખ્યું હતુ. આ સાથે ભારતે પૂલ-એમાં ટોચના ક્રમની ટીમ તરીકે સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ગુરૃવારે રમાનારી સેમિ ફાઈનલમાં ભારતનો મુકાબલો મલેશિયા સામે થશે. શ્રીલંકા જેવી સામાન્ય ટીમ સામે ભારતના સુપરસ્ટાર્સે આગવા પ્રભુત્વ સાથેનું પર્ફોમન્સ આપ્યું હતુ. ભારતની જીતમાં આકાશદીપ સિંઘે છ ગોલનું યોગદાન આપ્યું હતુ. જ્યારે કારકિર્દીની ૨૦૦મી મેચ રમી રહેલા રૃપિન્દર પાલ સિંઘે ત્રણ ગોલ ફટકાર્યા હતા. વર્લ્ડ રેન્કિંગમાં પાંચમો ક્રમ ધરાવતા ભારત માટે ૩૮માં ક્રમાંકિત શ્રીલંકા સામેનો મુકાબલો ખુબ જ આસાન રહ્યો હતો. જોકે ભારતીય ખેલાડીઓએ આક્રમક રમત સાથે ગોલના ઢગલા કરવાનો સિલસિલો જારી રાખ્યો હતો. 

(4:40 pm IST)