ખેલ-જગત
News of Saturday, 29th June 2019

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ યુવરાજસિંહ નોકરીની તલાશમાં : જોબ માટે આપે છે ઇન્ટરવ્યૂમાં રસપ્રદ જવાબ :જુઓ વિડિઓ

યુવી કહે છે કે મેં ગાડી, ચોકલેટ, ટૂથપેસ્ટ, ફ્રિજ અને ઇન્સ્યોરન્સ પણ વેચ્યો છે

 

મુંબઈ :ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન યુવરાજસિંહ નોકરીની તલાશમાં છે અને જોબ ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે.યુવરાજના જોબ ઇન્ટરવ્યૂનો એક વીડિયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરવ્યૂમાં યુવરાજસિંહ નોકરી માંગવા ગયો હોય પણ તેને બોસ પસંદ આવતો નથી. જેના કારણે તે ઇન્ટરવ્યૂ છોડીને અધવચ્ચેથી ચાલ્યો જાય છે.

 

   ટીમ ઇન્ડિયાનો યુવી પાજીના નામથી પ્રખ્યાત યુવરાજ સિંહે હોટ સ્ટાર સ્પેશ્યલ સીરિઝ ઓફિસ ઇન્ડિયામાં એક્ટિંગ કરી છે. સીરિઝમાં યુવરાજ સિંહ એક ઓફિસમાં ઇન્ટરવ્યૂ માટે જાય છે. અહીં તેની મુલાકાત ચઢ્ઢા નામના બોસ સાથે થાય છે. ચઢ્ઢા સાહેબ રસપ્રદ રીતે યુવરાજને સવાલ પુછે છે. યુવરાજને ચઢ્ઢા સાહેબ પૂછે છે કે તેમની પાસે સેલ્સનો અનુભવ છે

 

  . આના જવાબમાં યુવી કહે છે કે મેં ગાડી, ચોકલેટ, ટૂથપેસ્ટ, ફ્રિજ અને ઇન્સ્યોરન્સ પણ વેચ્યો છે. યુવરાજ કહે છે કે તમે ઇચ્છો તો હું તમને પેપર પણ વેચીને બતાવી શકું છું. પછી ચઢ્ઢા બોસ યુવરાજ સાથે ઘણી બધા સિગ્નેચર કરાવી નાખે છે. પછી યુવરાજનો થ્રો ટેસ્ટ થાય છે. યુવરાજનો સાઇન ટેસ્ટ પણ લેવામાં આવે છે.

  યુવરાજ સિંહને પછી પુછવામાં આવે છે કે આખરે ક્રિકેટને હિન્દીમાં શું કહેવાય છે. સવાલ પર યુવરાજ સિંહ સાદગીથી જવાબ આપે છે કે લંબ દંડ-ગોલ પિંડ-ભાગ-દોડ સ્પર્ધા. ઇન્ટરવ્યૂના અંતમાં યુવરાજ સેલેરીની વાત કરે છે તો ચઢ્ઢા સાહેબ કહે છે કે તને મારા જેવા બોસની નીચે કામ કરવાની તક મળશે, શું ઓછું છે. બોસની વાત સાંભળી યુવરાજને ગુસ્સો આવે છે અને તે ચઢ્ઢા જી પર ગુસ્સે થઈ બહાર નિકળી જાય છે.

યુવરાજ સિંહનો વીડિયો હોટસ્ટાર પર આવનાર વેબ સિરીઝનો પ્રોમો છે. પ્રોમોને દર્શક ઘણો પસંદ કરે છે. શો ની ટેગલાઇન પણ કમાલની છે. 50% ચિલ્લ 60% ચુલ્લ.

(12:33 am IST)