ખેલ-જગત
News of Saturday, 29th June 2019

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીનો પડકાર : કોહલીને આઉટ કરી ભારતનો વિજય અટકાવીશ

મોઈનએ ક્રિકેટના તમામ ફોર્મેટમાં કોહલીને 6 વખત આઉટ કર્યો છે

માન્ચેસ્ટર;આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાંટીમ ઈન્ડિયાનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે બર્મિંગહામમાં થવાનો છે. આ મેચની પહેલાં જ ઈંગ્લેન્ડના એક બોલરએ ભારતના કેપ્ટન વિરાટ કોહલીને ચેલેન્ઝ આપ્યો છે. આ બોલરએ કહ્યું કે, કાલે યોજાનારી મેચમાં કોહલીને હું આઉટ કરીશ.

 ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ જણાવ્યું હતું કે વિરાટની વિકેટ કોઈ પણ બોલર માટે મહત્વની સાબિત થતી હોય છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, મોઈનએ ક્રિકેટના તમામ ફોર્મેટમાં કોહલીને 6 વખત આઉટ કર્યો છે.

   આ મેચ બન્ને ટીમ માટે મહત્વની રહેશે કારણ કે, એક બાજુ બે મેચ જીતીને ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં જવાની પોતાની આશા જીવંત રાખવા માટે રમશે અને ભારત ઈંગ્લેન્ડને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે મેદાનમાં ઉતરશે.

  મોઈનએ લખ્યું કે, કોહલી જેવા ખેલાડીને આઉટ કરવોએ પોતાની માટે એક મોટી સફળતા કહેવાય અને હું કોહલીને આઉટ કરીને તેના વિજય રથને બ્રેક લગાવીશ.

(6:28 pm IST)