ખેલ-જગત
News of Friday, 29th June 2018

નોકઆઉટમાં એન્ટ્રી મેળવનાર એશિયન ટીમમાંથી એકમાત્ર જાપાન

નવી દિલ્હી: પોલેન્ડ સામેના ભારે રસાકસીભર્યા મુકાબલામાં -૧થી મળેલી હાર છતાં જાપાને રશિયામાં ચાલી રહેલા ૨૧માં ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. સાથે જાપાન નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશનારી એકમાત્ર એશિયન ટીમ બની ગઈ છે. જ્યારે કોલંબિયાએ -૦થી સેનેગલને હરાવીને વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ ૧૬માં સ્થાન મેળવી લીધું હતુ. જ્યારે સેનેગલ બહાર ફેંકાતા વર્લ્ડ કપમાં આફ્રિકાની એક પણ ટીમ નોકઆઉટમાં પ્રવેશી શકી હોય તેવો નાલેશીભર્યો રેકોર્ડ સર્જાયો હતો. કોલંબિયાએ ગૂ્રપની નંબર વન ટીમ તરીકે રાઉન્ડ ઓફ ૧૬મા સ્થાન મેળવ્યું હતુ. જ્યારે જાપાન બીજા ક્રમે અંતિમ ૧૬માં પહોંચ્યું હતુ. વોલ્વોગ્રાડમાં રમાયેલી નિર્ણાયક મેચમાં પોલેન્ડ અને જાપાન વચ્ચેનો મુકાબલો ભારે રોમાંચક બની રહ્યો હતો. પોલેન્ડના ખેલાડીએ આક્રમક દેખાવ કર્યો હતો, પણ જાપાનીઝ ગોલકિપર ઈજી કાવાશીમા અને ડિફેન્સના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરતાં મુકાબલો રસપ્રદ બનાવ્યો હતો. જોકે હાફ ટાઈમ બાદ મેચની ૫૯મી મિનિટે જેન બેડ્નાર્કના ગોલને સહારે પોલેન્ડે સરસાઈ મેળવી હતી, જે આખરે નિર્ણાયક સાબિત થઈ હતી. હારવા છતાં નોકઆઉટમાં પ્રવેશેલી જાપાનીઝ ટીમ ભારે જોશમાં જોવા મળી હતી. બીજી તરફ નોકઆઉટમાં પ્રવેશવાની આશા સાથે સમારામાં સેનેગલ અને કોલંબિયા પણ સામસામે ટકરાયા હતા. વર્લ્ડ કપમાં ટકી રહેવાના મુકાબલામાં ખરાખરીના જંગ બાદ કોલંબિયાના યેરી મિનાએ ૭૪મી મિનિટે ગોલ ફટકાર્યો હતો અને ગોલ નિર્ણાયક સાબિત થયો હતો. : પોલેન્ડ સતત ત્રીજા વર્લ્ડ કપમાં શરૃઆતની બે મેચો હાર્યા બાદ આખરી ઔપચારિક મેચ જીતી. તેઓએ અગાઉ ૨૦૦૨ અન ૨૦૦૬માં આવું કર્યું હતુ. ૧૯૮૬ : વર્લ્ડ કપમાં ૧૯૮૬માં નોકઆઉટ રાઉન્ડને કાર્યક્રમમાં સમાવાયો હતો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં પહેલો એવો વર્લ્ડ કપ છે, જેમાં એક પણ આફ્રિકન ટીમ  નોકઆઉટમાં નથી.

(5:40 pm IST)