ખેલ-જગત
News of Friday, 29th June 2018

ઇંગ્લેન્ડે 28 રનથી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

નવી દિલ્હી: જોશ બટલરની ૩૦ બોલમાં ૬૧ રનની આતિશી ઈનિંગ, એલેક્સ હેલ્સના ૪૯ અને જેશન રોયના ૪૪ રનની મદદથી ઈંગ્લેન્ડે એકમાત્ર ટી-૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૨૮ રને હરાવી મેચ પોતાને નામે કરી લીધી હતી. ઈંગ્લેન્ડે આપેલ ૨૦ ઓવરમાં ૨૨૨ રનના લક્ષ્યાંકના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોસ જીતીને પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કરનાર ઓસી ટીમ માટે નિર્ણય ખરાબ સાબિત થયો હતોઈંગ્લેન્ડના બન્ને ઓપનરો જેશન રોય અને જોશ બટલરે શાનદાર શરુઆત અપાવી હતી. જેમાં રોયે ૨૬ બોલમાં ૪૪ અને બટલરે ૩૦ બોલમાં છગ્ગા અને ચોગ્ગાની મદદથી ૬૧ રન ફટકાર્યા હતા. ઉપરાંત એલેક્સ હેલ્સે ૪૯ અને જો રુટે ૩૫ રનની ઈનિંગ રમી હતી. ઈંગ્લેન્ડે ૨૦ ઓવરમાં વિકેટ ગુમાવી ૨૨૧ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્વિપસોને વિકેટ ઝડપી હતી. જ્યારે સ્ટેનલેક અને સ્ટોનિસે - વિકેટ ઝડપી હતી

૨૨૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ ઓસી ટીમ તરફથી એરોન ફિંચે શાનદાર રમત દાખવી હતી. તેણે ૪૧ બોલમાં આતિશી ઈનિંગ રમી ૮૪ રન બનાવ્યા હતા. જોકે તેના સિવાય એકપણ બેટ્સમેને વધુ સાથ આપતા સમગ્ર ટીમ ૧૯. ઓવરમાં ૧૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડન અને આદિલ રશીદે - વિકેટ ઝડપી હતી. જ્યારે પ્લનકટે વિકેટ ઝડપી હતી. મેચમાં વિકેટ ઝડપનાર રશીદને મેન ઓફ મેચ જાહેર કરાયો હતો.

(5:42 pm IST)