ખેલ-જગત
News of Friday, 29th June 2018

જર્મનીનો સુપરફેન 'આસામ'માં : લોન લઈ બનાવ્યું ઓડીટોરીયમ : જર્મની વર્લ્ડકપમાં હારી જતા નિરાશ

આસામના બિઝનેસમેન પુતુલ બોરા જર્મનીના સુપરફેન છે. કાર્બી આંગલોંગ જીલ્લાના દીપુ ગામમાં રહેનાર ૫૭ વર્ષીય બોરાએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી ૧૩ લાખની લોન લઈ પોતાના ઘરે ઓડીટોરીયમ બનાવ્યુ છે. જેથી ફિફા વર્લ્ડકપના મેચોનો લોકો ભરપૂર આનંદ માણી શકે. ૨૦૦ થી ૩૦૦ લોકોની બેઠક વ્યવસ્થાવાળા ઓડીટોરીયમમાં પુતુલ ચા - નાસ્તો પણ આપે છે. આ ઓડીટોરીયમનું નામ 'ધ જર્મન સ્ટેડિયમ' રાખ્યુ છે.જો કે જર્મની વર્લ્ડકપમાં હારી જતા બોરા ખૂબ જ નિરાશ થયા છે. તેમણે જણાવેલ કે મારી ટીમ ભલે હારી પણ ૨૦૨૨માં ફરી મજબૂતી સાથે પરત ફરશે. સાથોસાથ અન્ય ટીમના સમર્થકો હોવાથી મેચનું સ્ક્રીનીંગ પણ ચાલુ રાખવાનું તેમણે ઉમેર્યુ હતું.

(4:15 pm IST)