ખેલ-જગત
News of Thursday, 29th April 2021

૧૦૦ મીટર કરતાં લાંબી સિકસર માટે આપો ૧૨ રન

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ટ્વીટ કરીને માગણી, ઈંગ્લેન્ડને પણ આગામી ધ હન્ડ્રેડ લીગમાં આનો અમલ કરવાની વિનંતી કરી

નવીદિલ્હીઃ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ટ્વીટ કરીને કરેલી માંગણીએ ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ કરાવી દીધી છે. પીટરસને ટ્વીટમાં લખ્યું હતું કે જો કોઈ બેટ્સમેન સિકસર ફટકારે અને એ જો ૧૦૦ મીટર કરતાં વધુ દૂર જાય તો તેને ૬ને બદલે ૧૨ રન આપવા જોઈએ.

પીટરસને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને ટેગ કરતાં લખ્યું હતું કે આ નિયમને આગામી ધ હન્ડ્રેડ લીગમાં લાગુ કરી શકો છો.

(3:17 pm IST)