ખેલ-જગત
News of Saturday, 29th January 2022

ઍશ્લી બાર્ટી બની વર્લ્ડ ચેમ્પિયન અોસ્ટ્રેલિયન અોપનમાં ત્રીજો ગ્રાન્ડ સ્લેમ જીતીને રચ્યો ઈતિહાસ

ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૨૨નો ખિતાબ વિશ્વની નંબર વન ઓસ્ટ્રે્લિયાની ઍશ્લી બાર્ટીઍ જીતી લીધો છે. ઍશ્લી બાર્ટીઍ ફાઈનલમાં અમેરિકાની ડેનિયલ કોલિંસને સીધા સેટમાં હરાવીને પોતાનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી લીધો છે.
શનિવારે ૨૯ જાન્યુઆરીઍ રોડ લેવર ઍરિયામાં યોજાયેલી આ ફાઈનલમાં બાર્ટીઍ કોલિંસને ૬-૩, ૭-૬થી હરાવીને પહેલી વારા ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ પોતાને નામે કરી લીધો હતો. તેની સાથે તેમણે ઈતિહાસ પણ રચી દીધો છે. તે ૪૪ વર્ષમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનારી પહેલી ઓસ્ટ્રેલિયન મહિલા બની છે. આ પહેલા ૧૯૭૮માં ક્રિસ ઓ નીલે આ ખિતાબ જીત્યો હતો.

 

(4:28 pm IST)