ખેલ-જગત
News of Monday, 28th December 2020

વિરાટ કોહલી દાયકાનો અને વન-ડેનો શ્રેષ્ઠ ક્રિકેટર જાહેર

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે એવોર્ડ જાહેર કર્યા : ઓસ્ટ્રેલિયાના સ્મિથ બેસ્ટ ટેસ્ટ ખેલાડી, અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન દાયકાનો બેસ્ટ ટી૨૦ ખેલાડી જાહેર

દુબઈ, તા. ૨૮ : આઈસીસીએ સોમવારે એવોર્ડ્સની જાહેરાત કરતાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને દશકનો બેસ્ટ ખેલાડી પસંદ કર્યો છે. ઉપરાંત તેને દશકનો બેસ્ટ વન ડે ખેલાડીનો પણ એવોર્ડ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આઈસીસીની ખેલ ભાવના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ઉપરાંત આઈસીસીએ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને દશકનો બેસ્ટ ટેસ્ટ ખેલાડી અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનને દશકનો બેસ્ટ ટી૨૦ ખેલાડી પસંદ કર્યો છે. મહિલા વર્ગમાં ઓસ્ટ્રેલિયાની એલિસ પૈરીને દશકની બેસ્ટ મહિલા ક્રિકેટર ઉપરાંત દશકની બેસ્ટ ટી૨૦ અને વન ડે મહિલા ક્રિકેટરનો એવોર્ડ પણ મળ્યો છે.

આઈસીસીએ રવિવારે દશકની બેસ્ટ વન ડે, ટી૨૦ અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. ભારતનાં પૂર્વ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીને આઈસીસીના વન ડે અને ટી૨૦ બંને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઉપરાંત વિરાટ કોહલીને આઈસીસીના ત્રણેય ફોર્મેટમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. આઈસીસીએ મહિલા ક્રિકેટની પણ દશકની વન ડે અને ટી૨૦ ટીમનું એલાન કર્યું હતું. જેમાં મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરને સ્થાન આપવામાં આવ્યું હતું.

(7:29 pm IST)