ખેલ-જગત
News of Monday, 28th December 2020

ક્રિસ્ટિઆનો રોનાલ્ડો બન્યા 2020નો સર્વશ્રેષ્ઠ ફુટબોલર

નવી દિલ્હી: સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને દુબઈ ગ્લોબ સોકર એવોર્ડ્સમાં દાયકાના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ચૂંટવામાં આવ્યો છે. લાયોનેલ મેસ્સીને પાછળ રાખી રોનાલ્ડોએ એવોર્ડ જીત્યો હતો. રોનાલ્ડોએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિશેષ સંદેશ લખીને એવોર્ડ મેળવ્યા બાદ ખુશી વ્યક્ત કરી છે. વર્ષ 2020 નો શ્રેષ્ઠ ખેલાડી જાહેર થવા પર રોનાલ્ડોએ રોબર્ટ લેવાન્ડોવસ્કીને અભિનંદન પણ પાઠવ્યા હતા.

(5:58 pm IST)