ખેલ-જગત
News of Thursday, 19th April 2018

ગોલ્ડ વિજેતા શૂટર મનુ ભાકરનું જમીન પર બેસાડીને સન્માન?

માત્ર ૧૬ વર્ષની વયે કોમનવેલ્થ ગેમ્સમાં શૂટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી હરીયાણાની મનુ ભાકરે ઘણી પરીપકવતા દેખાડી હતી. તેનું જમીન પર  દેખાડી હતી. તેનું જમીન પર બેસાડીને સન્માન કરવામાં આવ્યુ હોવાના વિવાદ વિશે ખુલાસો કરતાં તેણે કહ્યું હતું કે હું જાતે જ વડીલોને માન આપવા માટે જમીન પર બેસી ગઈ હતી. એમાં અપમાનની કોઈ વાત નહોતી. હરીયાણામાં યોજાયેલા સન્માન સમારંભમાં તેને નીચે બેસાડી અધિકારીઓને ખુરશી પર બેસાડવામાં આવ્યા હોવાનો ફોટો વાયરલ થયો હતો, જેનો ખુલાસો કરતાં તેણે કહ્યુ હતું કે મારા ગામના વડીલોના માનમાં હું જાતે જ નીચે બેસી હતી.

(1:09 pm IST)