ખેલ-જગત
News of Sunday, 28th November 2021

જીવનભર રંદભેદનો સામનો કર્યો: પૂર્વ સ્પિનર લક્ષ્ણ શિવરામકૃષ્ણનો ચોંકાવનારો ખુલાસો

આ પહેલા અભિનવ મુકુંદે સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો હતો.

મુંબઈ : ભારતના પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ રામકૃષ્ણને આરોપ લગાવ્યો છે કે તેમણે જીવનભર રંગભેદનો સામનો કર્યો છે, જે તેમના પોતાના દેશમાં પણ કરવામાં આવ્યો છે. શિવરામકૃષ્ણન ભારત માટે નવ ટેસ્ટ અને 16 વનડે રમી ચુક્યા છે. તેમણે ઈંગ્લેન્ડ ક્રિકેટને ચર્ચામાં લાવનાર રંદભેદ પ્રકરણના સંદર્ભમાં પોતાનો અનુભવનો ખુલાસો કર્યો છે. શિવરામકૃષ્ણને પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યુ- મેં મારી જિંદગીમાં રંગને કારણે ભેદભાવ અને આલોચનાનો સામનો કર્યો છે, તેથી હવે મને તે પરેશાન કરતું નથી. દુર્ભાગ્યથી આ મારા પોતાના દેશમાં થયું. 

પૂર્વ લેગ સ્પિનર તે ટ્વિટર પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં કોમેન્ટ્રેટરો પર ઓનલાઇન ટ્રોલિંગનો સંકેત આપવામાં આવ્યો હતો. શિવરામકૃષ્ણ એકમાત્ર ભારતીય ખેલાડી નથી જેણે ભેદભાવની વાત કરી છે. પરંતુ તમિલનાડુના ઓપનિંગ બેટર અભિનવ મુકુંદે પણ 2017માં સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો હતો. મુકુંદે ભારત માટે સાત ટેસ્ટ રમી છે. તેણે ટ્વિટર પેજ પર એક નિવેદન પોસ્ટ કર્યુ હતુ, જેમાં લખ્યુ હતું- હું 15 વર્ષની ઉંમરથી દેશમાં અને દેશની બહાર યાત્રા કરતો રહ્યો છું. જ્યારે હું યુવા હતો, ત્યારથી લોકોએ મારા ત્વચાના રંગ પ્રત્યે શંકા મારા માટે હંમેશા રહસ્ય બની રહી છે. 

(9:58 pm IST)