ખેલ-જગત
News of Saturday, 28th November 2020

રવિન્દ્ર જાડેજા પર ફરી સંજય માંજરેકરે નિશાન સાધ્યું : કહ્યુ વન ડે ક્રિકેટમાં નથી કરતો ડિઝર્વ!

રેન્દ્ર સેહવાગ બચાવમાં ઉતાર્યો કહ્યું જાડેજા અમારો ફેવરિટ છે

મુંબઈ : પુર્વ ભારતીય બેટ્સમેન અને ક્રિકેટ કોમેન્ટેટર સંજય માંજરેકર એક વાર ફરીથી ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે  વર્લ્ડ કપ 2019 થી જાડેજા  માંજરેકરના નિશાના પર છે. માંજરેકર સોની પિક્ચર નેટવર્ક પર કોમેન્ટ્રી આપી રહ્યા છે. હિન્દી ચેનલ પર પુર્વ ભારતીય વિસ્ફોટક  ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ પણ, તેમની સાથે ઓસ્ટ્રેલીયા સામેની પ્રથમ વન ડે  કોમેન્ટ્રી આપી રહ્યા હતા. આ દરમ્યાન તેમણે એકવાર ફરી થી કહ્યુ હતુ કે જાડેજા વન ડે ટીમમાં ડિઝર્વ નથી કરતો.

  બંને ક્રિકેટ એક્સપર્ટ કોમેન્ટ્રી દરમ્યાન વાતો કરી રહ્યા હતા. દરમ્યાન સહેવાગ પીચ પર આવેલા રવિન્દ્ર સિંહને લઇને માંજરેકરના ફેવરીટ ખેલાડી તરીકે વારંવાર કહી રહ્યો હતો. જેને લઇને માંજરેકરે પણ આમ કરવાનુ કારણ પુછતા જ સહેવાગે 2019 ના વિશ્વકપ ના ટ્વીટરની એ યાદને તાજી કરાવી હતી. જ્યારે માંજરેકર અને જાડેજા બંને એક બીજાને જવાબ આપી રહ્યા હતા. આના પછી સહેવાગે બતાવ્યુ હતુ કે, જાડેજાની ટીમ ઇન્ડીયામાં એન્ટ્રી તેના અને ગૌતમ ગંભીર ના કહેવાથી થઇ હતી.

વિરેન્દ્ર સહેવાગે કહ્યુ કે, રણજી ટ્રોફીમાં ત્રેવડુ શતક લગાવવા અને વિકેટો ઝ઼ડપવાને લઇને ઘોનીને આ અંગે બંને એ વાત કરી હતી. જે મુજબ ટેસ્ટમાં તે પ્રતિ દિવસ 25 ઓવર કરીને એક બે વિકેટ ઝડપી સાતમાં નંબર પર ઉપયોગી રન પણ બનાવી લેશે. આમ જાડેજા અમારો ફેવરીટ જરુર છે.

જેના જવાબમાં માંજરેકર કહ્યુ હતુ કે, બિલકુલ તે ટેસ્ટ ક્રિકેટનો હકદાર છે. પરંતુ હું તેને વન ડે ક્રિકેટ રમાડવાના પક્ષમાં નથી. માંજરેકરે પોતાની પાતને સાચી કરવા માટે આંકડાના બતાવ્યા હતા. કહ્યુ કે, પાછળની 22 વન ડે માં તેનુ પરફોર્મન્સ પણ જોઇ લો. તેની 18 વિકેટ છે અને બેટીંગમાં પણ કોઇ ખાસ કામ કર્યુ નથી. તે મારો પણ ફેવરીટ રહી ચુક્યો છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં પર્ફોમન્સ દર્શાવ્યુ છે. પરંતુ તેણે વન ડે ક્રિકેટમાં પોતાની જગ્યાને લઇને જસ્ટિફાય નથી કરી શક્યો. એટલા માટે હું માનુ છુ કે, તે વન ડે ટીમમાં રમવા માટે ડિઝર્વ નથી કરતો. ટેસ્ટ માટે જરુર દાવેદાર છે.

(11:26 am IST)