News of Tuesday, 28th September 2021
કલકત્તા હાઈકોર્ટે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી ફટકાર્યો આટલા હજાર રૂપિયાનો દંડ
નવી દિલ્હી: ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીને કલકત્તા હાઇકોર્ટ તરફથી મોટો આંચકો મળ્યો છે. જમીન વિવાદ સાથે જોડાયેલા મામલામાં હાઈકોર્ટે ગાંગુલીને દંડ ફટકાર્યો છે. ગાંગુલીને હવે દંડ તરીકે 10,000 રૂપિયા ચૂકવવા પડશે. આ મામલો સૌરવ ગાંગુલીની શૈક્ષણિક સંસ્થા સાથે સંબંધિત છે. કોર્ટે દંડ માત્ર સૌરવ ગાંગુલીને જ નહીં પરંતુ બંગાળ સરકાર અને તેની સાથેના હાઉસિંગ કોર્પોરેશનને પણ આપ્યો છે. કોલકાતા હાઇકોર્ટે ગાંગુલી પર 10,000 રૂપિયા અને સરકાર અને તેમના આવાસ નિગમ પર 50,000 રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ સમગ્ર મામલો જમીન વિવાદ સાથે સંબંધિત છે.
(7:32 pm IST)