ખેલ-જગત
News of Wednesday, 28th July 2021

શ્રેયસ અય્યરનો એમએસ ધોની સાથે ફૂટબોલ રમતા ફોટો વાયરલ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સોમવારે ઘણા સમય પછી મેદાન પર દેખાયા હતા. જોકે આ ગ્રાઉન્ડ ક્રિકેટનું નહીં પણ ફૂટબોલનું હતું, જેમાં તેની સાથે બોલિવૂડ જગતના શ્રેયસ અય્યર અને મહી વિજ, રણવીર કપૂર અને સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન હતા. આ તમામ મોટા નામ મુંબઈના બાંદ્રામાં ઓલ સ્ટાર્સ ફૂટબોલ પ્રેક્ટિસ મેચમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. શ્રેયસે તેના ઇન્સ્ટાગ્રામ પર પ્લેઇંગ ફોર હ્યુમનિટી નામની આ ઇવેન્ટની કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેના પર ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીએ એક રમૂજી ટિપ્પણી કરી છે.

(5:55 pm IST)