ખેલ-જગત
News of Saturday, 28th July 2018

એશિયાઈ ગેમ્સ: 541 એથ્લીટ્સની યાદી જાહેર: 2 રમતોમાં એક પણ ખેલાડી નહીં

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના જકાર્તા અને પાલૅમ્બંગ  ખાતે યોજાનાર 18 ઑગસ્ટથી 2 સપ્તેમ્બેર સુધીના 18માં  એશિયાઈ  ગેમ્સમાં ભારતીય એથ્લિટ્સની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતના 541 ખેલાડીઓ ભાગ લેવાના છેએવી પણ માહિતી મળી છે કે બે એવી રમત છે જેમાં કોઈ પણ પુરુષે ભાગ લીધો નથી તેમાં તલવારબાજી અને તાઈક્વાન્ડો છે. યાદી મુજબ ભારતીય એથ્લીટ કુલ 37 રમતોમાં ભાગ લેશે. તેમાં 297 પુરુષ અને 244 મહિલાઓ છે યાદીમાં તિરંજબાજીમાં 16, એથલિક્સમાં 51,બેડમીંટનમાં 20, બાસ્કેટબોલમાં 12, બોક્સિંગમાં 10, ટેનપીનમાં 6, બ્રિજમાં 24, કેનોઈ ક્યાંક સ્પ્રિંગમાં 15 અને કેનોઈ ક્યાંક સ્લેલ્મમાં 4, સૈકેલિંગમાં 15, ઘોડસવારીમાં 7, તલવારબાજીમાં 4,જીમ્નાસ્ટીક્સમાં 10, ગોલ્ફમાં 7 અને હેન્ડબોલમાં 32 ખેલાડીઓ ભાગ લેશે.

(3:51 pm IST)