ખેલ-જગત
News of Tuesday, 28th June 2022

રોહીતને ટી-૨૦ના કેપ્‍ટનશીપનું ભારણ ઓછુ કરો

જેથી તે ટેસ્‍ટ અનેવન-ડેમાં સારી રીતે નેતૃત્‍વ સંભાળી શકશેઃસેહવાગ

નવી દિલ્‍હીઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્‍ટન વીરેન્‍દર સેહવાગનું માનવું છે કે રોહિત શર્માને ટી૨૦ કેપ્‍ટન્‍સીના બોજમાંથી મુકત કરવો  જોઇએ, કારણકે  જો એવુ કરાશે તો (તેની ૩૫ વર્ષની ઉંમર જોતા)તેને માનસિક થાક ઓછો લાગશે, બાકીની જવાબદારી  સરખી રીતે સંભાળી શકશે અને તેનો બેટિંગ-પર્ફોર્મન્‍સ પણ સુધરી શકશે.
રોહિતને ત્રણેય ફોર્મેટનો કેપ્‍ટન બનાવાયો છે ત્‍યારથી તે ઇજાને લીધે તેમ જ વર્કલોડ મેનેજમેન્‍ટને કારણે તમામ મેચોમાં નથી રમી શકયો. સેહવાગે કહ્યું કે ‘જો ભારતીય ટીમ મેનેજમેન્‍ટના ધ્‍યાનમાં કોઇ ખેલાડી ટી૨૦ ટીમનો કેપ્‍ટન બનવાને લાયક હોય તો તેને બનાવીને રોહિતે એ બોજમાંથી મુકત કરી દેવો જોઇએ. બીજું, જો ભાર ઓછો થશે તો રોહિત બ્રેક લઇ શકશે અને વન-ડે તથા ટેસ્‍ટમાં વધુ સારી રીતે નેતૃત્‍વ સંભાળી શકશે.
જો ભારતીય ક્રિકેટના મોવડીઓ ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્‍ટન રાખવાની નીતિને વળગી રહેવા માગતા હોય તો પછી એ માટે રોહિત જ બેસ્‍ટ છે.

 

(3:57 pm IST)