ખેલ-જગત
News of Monday, 28th May 2018

IPL-2018ની ચેમ્પિયન ચેન્નઈને મળી 20 કરોડની ઈનામી રકમ ઓરેન્જ કેપ કેન વિલિયમસન અને પર્પલ કેપ એડ્રયૂ ટાયને ફાળે

મુંબઈઃ આઇપીએલ -2018ની 11મી સીઝનમાં આખરે ચેન્નઈ સુપર કિંગ્સ 7 વર્ષ બાદ ફરી ચેમ્પિયન બની હતી અને ટાઇટલ કબ્જે કર્યું હતું બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલી ચેન્નઈએ ટાઇટલ જીતીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ચેન્નઈએ 2010 અને 2011માં આઈપીએલનું ટાઇટલ જીત્યું હતું

  ફાઇનલમાં ધોનીના ધુરંધરોએ દેખાડ્યું કે, કેમ તેની ટીમ આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાંથી એક છે. ટાઇટલ સાથે ચેન્નઈએ મુંબઈની બરોબરી કરી લીધી છે, જેણે ત્રણ આઈપીએલ ટાઇટલ પોતાના નામે કર્યા છે

  આઈપીએલની 11મી સીઝનના ફાઇનલ બાદ ઈનામોનો વરસાદ થયો. ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી. ફાઇનલમાં હારેલા હૈદરાબાદની ટીમને 12.5 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું. સિવાય અલગ-અલગ ઈનામોનો વરસાદ થયો

ઈનામની રકમ :

1. ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને મળ્યા 20 કરોડ રૂપિયા

2. રનર્સ-અપ સનરાઇઝર્સ હૈદરાબાદને મળ્યા 12.5 કરોડ રૂપિયા.

3. ઓરેન્જ કેપ (સર્વાધિક રન, કેન વિલિયમસન) 10 લાખ રૂપિયા.

4. પર્પલ કેપ (સર્વાધિક વિકેટ, એડ્રયૂ ટાય, કિંગ્સ ઈલેવન પંજાબ) 10 લાખ રૂપિયા

આઈપીએલ 2018ના એવોર્ડસ

ઈમર્જિંગ પ્લેયર ઓફ ટૂર્નામેન્ટઃ ઋૃષભ પંત

ફેયર પ્લે એવોર્ડઃ મુંબઈ ઈન્ડિયન્સ

કેચ ઓફ ટૂર્નામેન્ટઃ ટ્રેટ બોલ્ટ (વિરાટ કોહલીનો કેચ)

સુપર સ્ટ્રાઇકર ઓફ સેશનછ સુનીલ નરેન

સ્ટાઇલિશ પ્લેયર ઓફ સેશન: ઋૃષભ પંત

ઈનોવેટિવ થિંન્કિંગછ એમ એસ ધોની

પર્પલ કેપ: એડ્રયૂ ટાય

ઓરેન્જ કેપ: કેન વિલિયમસન

મોસ્ટ વેલ્યુબલ પ્લેયર: સુનીલ નરેન

2018: ટોપ-5 બેટ્સમેનોનું લિસ્ટ :

1. કેન વિલિયમસન (હૈદરાબાદ): 17 મેચ, 735 રન, 84 બેસ્ટ, 52.50 એવરેજ (ઓરેન્જ કેપ)

2. ઋૃષભ પંત (દિલ્હી): 14 મેચ, 684 રન, 128 બેસ્ટ, 52.91 એવરેજ

3. લોકેશ રાહુલ (પંજાબ): 14 મેચ, 659 રન, 95 બેસ્ટ, 54.91 એવરેજ

4. અંબાતી રાયડૂ (ચેન્નઈ): 16 મેચ, 603 રન, 100* બેસ્ટ, 43.07 એવરેજ

5. શેન વોટસન (ચેન્નઈ): 15 મેચ, 555 રન, 117* બેસ્ટ, 39.64 એવરેજ

2018: ટોપ-5 બોલર્સ :

1. એડ્રયૂ ટાય (પંજાબ) 14 મેચ 24 વિકેટ (પર્પલ કેપ)

2. રાશિદ ખાન (હૈદરાબાદ) 17 મેચ 21 વિકેટ

3. સિદ્ધાર્થ કૌલ (હૈદરાબાદ) 17 મેચ 21 વિકેટ

4. ઉમેશ યાદવ (બેંગલુરૂ) 14 મેચ 20 વિકેટ

5. હાર્દિક પંડ્યા (મુંબઈ) 13 મેચ 18 વિકેટ

(2:55 pm IST)