ખેલ-જગત
News of Tuesday, 28th March 2023

IPL અને WPLની પ્રાઇઝ મનીમાં જમીન-આસમાનનો ફર્ક

વુમન્‍સ પ્રિમીયર લીગની સરખામણીએ આઇપીએલની વ્‍યુઅરશીપ ખુબજ વધુઃ પ્રાઇઝમનીમાં આ વખતે ૨૦થી ૨૫ ટકાનો વધારો થશે

નવી દિલ્‍હીઃ મહિલા પ્રીમિયર લીગનું પહેલુ ટાઇટલ મુંબઇ ઇન્‍ડિયન્‍સના નામે રહ્યું છે. મુંબઇ ઇન્‍ડિયન્‍સની ટીમને ૬ કરોડ રૂપિયા ઇનામી રકમ તરીકે આપવામાં આવી છે. જોકે, આઇપીઅલેની સરખામણીમાં આ રકમ એકદમ ઓછી છે, ગઇ વખત આઇપીએલ ચેમ્‍પીયનને કુલ ૨૦ કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્‍યો હતો,

બન્ને ટીમો લીગની પ્રાઇઝ મનીમાં અંતર હોવું પણ યોગ્‍ય છે, આઇપીએલની વ્‍યૂઅરશીપ વુમન્‍સ પ્રિમીયર લીગની સરખામણીમાં બહુજ વધુ છે. આઇપીએલની પ્રસારણ અધિકારથી લઇને સ્‍પૉન્‍સરશીપ જેવી વસ્‍તુઓથી ડબ્‍લ્‍યુપીએલની સરખામણીમાં વધુ કમાણી થાય છે. આવામાં બીસીસીઆઇ આ બન્ને લીગમાં એક સમાન પ્રાઇઝ મની નથી રાખી શકાતી.

આ વખતેના આઇપીએલમાં ઇનામી રકમમાં ૨૦ થી ૨૫% સુધી પ્રાઇઝ મની વધારાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલમાં કુલ ૪૬.૫ કરોડ રૂપિયા પ્રાઇઝ મની તરીકે વહેંચવામાં આવ્‍યા હતા. આગામી થોડાક દિવસોમાં આઇપીએલ પ્રાઇઝ મનીને લઇને સ્‍થિતિ સ્‍પષ્ટ થઇ જશે

(5:09 pm IST)