ખેલ-જગત
News of Saturday, 28th March 2020

ટી.વી.બુકસ કે સંગીત દ્વારા પરિવારજનો સાથે મોજમસ્તી કરો

હું રોજ બગીચાની સાફસફાઇ કરૂ છુ, મારૂ નાનું ગાર્ડન ગોલ્ફ કોર્સ બની ગયું છેઃ કપિલ

નવી દિલ્હી તા. ર૮ : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી કેપ્ટન કપિલ દેવે કહ્યું કે 'તમને ઘરે રહેવાનું કહ્યંુ છે. તો મહેરબાની કરીને ઘરે રહો ઘરમાં રહીને તમે ટી.વી.બુકસ કે મ્યુઝિક દ્વારા પોતાનું અને પરિવારજનોનું એન્ટરટેઇનમેન્ટ કરી શકો છો. સૌથી સારૃં છે. પોતાના પરિવારજનો સાથે વાતચીત કરો.' કપિલ દેવે કહ્યું કે 'હું રોજ ઘર અને ગાર્ડન સાફ કરૃં છું. હવે મારૂ નાનુંગાર્ડન મારૃં ગોલ્ફ કોર્સપણ બની ગયું છે. છેલ્લા કેટલાંય વર્ષોથી મારા પરિવાર સાથે રહેવાની તક હું ગુમાવતો હતો એ હવે મળી ગઇ છે એટલે મારા પરિવાર સાથે હું વધારે સમય વિતાવું છું. મારા કુકને પણ મેં રજા આપી દીધી છે. હું પોતે રસોઇ બનાવું છું. હંુ મારી ડિશ પણ જાતે જ ધોઉં છું. આ બધું હું ઇંગ્લેન્ડમાં હતો ત્યારે શીખ્યો હતો. મારી પત્ની રોમી પણ મને એમાં જોઇન કરે છે.'

(2:40 pm IST)