News of Saturday, 28th March 2020
આસામ સરકારને એક મહિનાનો પગાર ડોનેટ કર્યો હિમા દાસે
નવી દિલ્હી : ભારતની એથ્લીટ હિમા દાસે તેનો એક મહિનાનો પગાર આસામની સરકારને ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને સ્પોટ્ર્સ મીનીસ્ટર કીરેન રીજજુ અને આસામના હેલ્થ મીનીસ્ટર હેમન્તા બિસ્વા શર્માએ વધાવી લીધો છે. હિમાએ ટ્વીટ કર્યુ હતું દોસ્તો, આ તો સાથે મળીને લડવાનો સમય છે. જેમને આપણી જરૂર છે. હું મારો એક મહિનાનો પગાર આસામ સરકારના આસામ આરોગ્ય નિધિ એકાઉન્ટમાં જમા કરાવુ છું. જેથી કોરોના સામે લડી રહેલા દર્દીઓને સારવારમાં મદદ મળી શકે.
(2:39 pm IST)