ખેલ-જગત
News of Sunday, 28th February 2021

ISSF : વિશ્વકપ ટુર્નામેન્ટમાં ઇજિપ્ત પહોંચેલા ભારતીય શોટગન કોચ કોરોના પોઝિટીવ : ક્વોરેન્ટાઇન કરાયા

કોચમાં કોરોનાને લઈને કોઈ જ લક્ષણો દેખાતા નહોતા : એકાદ બે દીવસ બાદ તેમને ફરીથી કોરોના પરિક્ષણ કરવાની સંભાવના

નવી દિલ્હી : ભારતીય નિશાનેબાજ ટીમની સાથે ISSF વિશ્વકપમા હિસ્સો લેવા ગયેલ એક શોટગન કોચ ત્યાં પહોંચવા પર કોવિડ-19 પોઝિટીવ મળી આવ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય રાઈફલ સંઘ (NRAI) ના એક અધીકારી એ રવિવાર એ  બતાવ્યું હતું કે કોરોના પોઝિટીવ જણાતા તેમને તુરંત જ ક્વોરનટાઈન હેઠળ ખસેડી દેવાયા હતા.

 

ઈજીપ્ત ની રાજધાની ખાતે પહોંચવા સાથે જ ભારતીય ટીમના તમામ સભ્યોનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોચ ઉપરાંત ભારતીય દળના અન્ય તમામ સદસ્ય નેગેટીવ જણાયા હતા. કોચમાં કોરોનાને લઈને કોઈ જ લક્ષણો દેખાતા નહોતા, જોકે તેઓ હવે ક્વોરનટાઈન હેઠળ છે. ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહેલ છે. એકાદ બે દીવસ બાદ તેમને ફરીથી કોરોના પરિક્ષણ કરવાની સંભાવના છે.

આયોજકો તરફ થી જારી કરવામાં આવેલ ગાઈડલાઈન્સ અનુસાર તમામ ટીમોએ 72 કલાક મા કોવિડ ટેસ્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ભારત એ અત્યાર સુધીમાં પુરુષ અને મહિલા સ્કીટ સ્પર્ધા ના ટીમ વર્ગમાં કાંસ્ય પદક જીત્યા છે. જોકે વ્યક્તિગત સ્પર્ધામાં કોઈ મેડલ મળ્યો નથી.

(7:43 pm IST)