ખેલ-જગત
News of Wednesday, 27th December 2017

મેલબોર્ન ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા ૩૨૭ રન બનાવી આઉટ થયું

સ્મિથ ૭૬ અને શોન માર્શ ૬૧ રન કરીને આઉટ : ઇંગ્લેન્ડના બે વિકેટે ૧૯૨ : કુકે શાનદાર ફોર્મ મેળવીને કેરિયરની ૩૨મી ટેસ્ટ સદી ફટકારી : ટેસ્ટ રોચક બની

મેલબોર્ન, તા.૨૭ : ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૩૨૭ ઓલઆઉટના જવાબમાં ઇંગ્લેન્ડે બે વિકેટે ૧૯૨ રન કર્યા હતા. આજે ઇંગ્લેન્ડ તરફથી કુકે શાનદાર ફોર્મ મેળવીને અણનમ ૧૦૪ રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન રુટ ૪૯ રન સાથે રમતમાં હતો. આજે ઇંગ્લેન્ડે બે વિકેટે ૧૯૨ રન બનાવીને મજબૂત જવાબ આપ્યો હતો. તે પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૨૭ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સ્મિથ ૭૬ અને શોન માર્શ ૬૧ રન કરીને આઉટ થયા હતા. ત્યારબાદ તમામ બેટ્સમેનોનો ધડબકો થયો હતો. એન્ડરસને ત્રણ અને બ્રોડે ચાર વિકેટ ઝડપી હતી. ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ધીમી બેટિંગ કરી હતી. જેના કારણે ક્રિકેટ ચાહકો હેરાન રહ્યા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પહેલાથી ૩-૦થી શ્રેણી જીતી ગયુ હોવા છતાં ઓસ્ટ્રેલિયાની ધીમી બેટિંગથી તમામને આશ્ચર્ય થયુ હતુ. ગઇકાલે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે ૨૪૪ રન કર્યા હતા. આજે આગળ રમતા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો મેદાનમાં વધારે સમય સુધી ટકી શક્યા ન હતા. બ્રોડ અને એન્ડરસનની શાનદાર બોલિંગ રહી હતી.  ઓસ્ટ્રેલિયા તરફથી ગઇકાલે ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ૧૦૩ રન બનાવ્યા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી લીધી હતી.  મેન ઓફ દ મેચ તરીકે બેવડી સદી ફટકારનાર સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં ૪૦૩ ઓલઆઉટના જવાબમાં નવ વિકેટે ૬૬૨ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં ૨૧૮ રન જ બનાવી શકી હતી. આની સાથે જ તેની એક ઇનિંગ્સ અને ૪૧ રને હાર થઇ હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી .જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાનખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનોપીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી.

કૂકની ૩૨મી સદી......

        મેલબોર્ન, તા.૨૭ : ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના ૩૨૭ રનના જવાબમાં ઇંગ્લેન્ડે બે વિકેટે ૧૯૨ રન કર્યા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પહેલાથી ૩-૦થી શ્રેણી જીતી ગયુ છે. આજે ઓપનિંગ બેટ્સમેન એલિસ્ટર કુકે કેરિયરની ૩૨મી સદી ફટકારી હતી તેની બેટિંગ નીચે મુજબ રહી હતી.

રન................................................................ ૧૦૪

બોલ.............................................................. ૧૬૬

ચોગ્ગા.............................................................. ૧૫

છગ્ગા............................................................... ૦૦

સ્ટ્રાઇકરેટ................................................... ૬૨.૬૫

મેલબોર્ન ટેસ્ટ : સ્કોરબોર્ડ

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ

બેનક્રોફ્ટ

એલબી બો. વોક્સ

૨૬

ડેવિડ વોર્નર

કો. બેરશો બો. એન્ડરસન

૧૦૩

ખ્વાજા

કો. બેરશો બો. બ્રોડ

૧૭

સ્મિથ

બો. કુરેન

૭૬

માર્શ

એલબી બો. બ્રોડ

૬૧

એમ માર્શ

બો. વોક્સ

૦૯

પૈની

બો. એન્ડરસન

૨૪

કમિન્સ

કો. કૂક બો. બ્રોડ

૦૪

બર્ડ

એલબી બો. બ્રોડ

૦૪

હેઝલવુડ

અણનમ

૦૧

લિયોન

એલબી બો. એન્ડરસન

૦૦

વધારાના

 

૦૨

કુલ

(૧૧૯ ઓવરમાં ઓલઆઉટ)

૩૨૭

પતન  : ૧-૧૨૨, ૨-૧૩૫, ૩-૧૬૦, ૪-૨૬૦, ૫-૨૭૮, ૬-૩૧૪, ૭-૩૧૮, ૮-૩૨૫, ૯-૩૨૬, ૧૦-૩૨૭

બોલિંગ : એન્ડરસન :૨૯-૧૧-૬૧-૩, બ્રોડ : ૨૮-૧૦-૫૧-૪, વોક્સ : ૨૨-૪-૭૨-૨, અલી : ૧૨-૦-૫૭-૦, કુરેન : ૨૧-૫-૬૫-૧, માલન : ૭-૧-૨૦-૦

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ

કૂક

અણનમ

૧૦૪

સ્ટોનેમન

કો. એન્ડ બો. લિયોન

૧૫

વિન્સ

એલબી બો. હેઝલવુડ

૧૭

રુટ

અણનમ

૪૯

વધારાના

 

૦૭

કુલ

(૫૭ ઓવરમાં બે વિકેટે)

૧૯૨

પતન  : ૧-૩૫, ૨-૮૦.

 

 

બોલિંગ : હેઝલવુડ :૧૨-૨-૩૯-૧, બર્ડ : ૧૨-૨-૩૮-૦, લિયોન : ૧૭-૨-૪૪-૧, કમિન્સ : ૧૧-૦-૩૯-૦, માર્શ : ૪-૦-૧૭-૦, સ્મિથ : ૧-૦-૧૧-૦

(8:18 pm IST)