ખેલ-જગત
News of Friday, 27th November 2020

ધોનીએ કેપ્ટન તરીકે વન ડેમાં ઓસ્ટ્રેલીયા સામે બનાવ્યા છે સૌથી વધુ રન:કોહલી હજુ ઘણો દુર

કેપ્ટન તરીકે કાંગારુની ટીન સામે વન ડેમાં સૌથી વધારે 1204 રન બનાવ્યા

મુંબઈ :વિરાટ કોહલીએ કેપ્ટન સ્વરુપે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન એક વાર ફરી થી આકરી પરીક્ષા થનારી છે. પાછળના પ્રવાસ દરમ્યાન વિરાટ ની ટીમે કાંગારુ ટીમની સામે શાનદાર પ્રદર્શન કરી, વન ડે અને ટેસ્ટ સીરીઝ માં જીત નોંધાવી હતી. જોકે આ વખતે યજમાન ટીમમાં વોર્નર અને સ્મિથ ની હાજરીને લઇને પડકારનુ સ્તર વધી ચુક્યુ છે.

 વિરાટની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડીયાએ ઓસ્ટ્રેલીયાને 2-1 થી હરાવી દીધુ હતુ અ એમએસ ધોની તે સીરીઝમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા.એમએસ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ને અલવિદા કહી ચુક્યો છે. ત્યાર પછી પ્રથમ વાર ટીમ ઇન્ડીયા તેની વિના જ ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ગઇ છે. તે ભલે ટીમમાં નથી પરંતુ કેપ્ટનના રુપે તે ઓસ્ટ્રેલીયાની સામે પોતાના નામે શાનદાર રેકોર્ડ ધરાવે છે. કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલીયા સામે રન બનાવનારા ખેલાડીમાં તે વિશ્વના નંબર વન ખેલાડી છે. તેણે કાંગારુ ટીમની સામે કેપ્ટન રહીને પોતાના ક્રિકેટ કેરીયરમાં કુલ 1204 રન બનાવ્યા છે.

કેપ્ટન તરીકે કાંગારુની ટીન સામે વન ડેમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં બીજા સ્થાન પર સ્ટીફન ફ્લેમીંગ છે. જેણે 1145 રન બનાવ્યા છે. તો ઇંગ્લેંડના ઇયોન મોર્ગન આ મામલામાં ત્રીજા સ્થાન પર 1015 રન સાથે છે. ક્લાઇવ લોઇડ ચાર નંબર પર છે અને તે 946 રન કરી ચુક્યા છે. જ્યારે વિરાટ કોહલી આ રેકોર્ડમાં અત્યાર સુધીમાં તે 908 રન કરી ચુક્યો છે. સાથે જ તે આ લીસ્ટમાં પાંચમો નંબર ધરાવે છે

(12:26 pm IST)