ખેલ-જગત
News of Monday, 27th August 2018

પાકિસ્તાની બોલરે 4 ઓવરમાં માત્ર એક રન આપી રચ્યો ઇતિહાસ:બે વિકેટ ખેડવી

પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ ઈરફાને ટી20 ક્રિકેટ ઈતિહાસની સૌથી અસરકારક બોલિંગ સ્પેલ ફેંક્યો હતો. ઈરફાને કેરેબિયન પ્રીમિયર લીગમાં બાર્બાડોસ ટ્રિડેન્ડ્સ વિરુદ્ધ આ પ્રદર્શન છતા પોતાની ટીમ સેન્ટ કીટ્સ એન્ડ નેવિસને જીત અપાવી ના શક્યો.

  લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરે શનિવારે ચાર ઓવર્સમાં માત્ર એક રન આપી બે વિકેટ મેળવી. તેના 24માંથી 23 બોલ પર એક પણ રન ન બની શક્યો.

(8:04 pm IST)