ખેલ-જગત
News of Monday, 27th July 2020

હરભજનસિંહના ઘરે વીજળીનું બિલ આવ્યું 33,900: તેમણે કહ્યું - આખા મહોલ્લાનું મોકલી દીધું ?

નવી દિલ્હી: ભારતીય ઓફ સ્પિનર ​​હરભજનસિંહે મુંબઇમાં તેમના ઘરના વીજળી બિલ અંગે ટ્વિટર પર નારાજગી વ્યક્ત કરી છે. હરભજન સિંહના મકાનનું વીજળીનું બિલ 33900.00 રૂપિયા પર આવી ગયું છે, જેને જોઇને તે ખૂબ આશ્ચર્યચકિત છે. વધેલા બિલને લઈને તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું છે.ભજ્જીએ ટ્વિટમાં લખ્યું - આટલું બિલ તો જાણે આખા વિસ્તારનું મોકલી દીધું હોય એમ છે તો  સામાન્ય કરતા પણ 7 ઘણું વધારે છે વાહ...

(5:35 pm IST)