ખેલ-જગત
News of Monday, 27th July 2020

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષપદે સૌરવ ગાંગુલી ‌તીવ્ર ક્રિકેટ દિમાગ અને વહીવટ કર્તાના રૂપમાં યોગ્ય દાવેદારઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સાંગાકારાએ સમર્થન કર્યું

નવી દિલ્હીઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સાંગાકારાએ આઈસીસીના ચેરમેન પદ માટે બીસીસીઆઈના હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નામનું સમર્થન કર્યું છે. કુમાર સાંગાકારાએ કહ્યુ કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષનું 'તીવ્ર ક્રિકેટ દિમાગ' અને વહીવટ કર્તાના રૂપમાં તેમનો અનુભવ તેને આ ભૂમિકા માટે યોગ્ય દાવેદાર બનાવે છે.

કુમાર સાંગાકારાએ સ્વીકાર્યુ કે તે સૌરવ ગાંગુલીના મોટો સમર્થક છે. તેમણે કહ્યું કે પૂર્વ ભારતીય કેપ્ટનની આંતરરાષ્ટ્રીય માનસિકતા છે, જે મહત્વપૂર્ણ પદો પર રહેતા પક્ષપાત રહિત કરવા માટે જરૂરી છે.

કુમાર સાંગાકારાએ કહ્યુ, મને લાગે છે કે સૌરવ ગાંગુલી પરિવર્તન લાવી શકે છે. હું દાદા (ગાંગુલી)નો મોટો પ્રશંસક છું, માત્ર ક્રિકેટના રૂમાં તેના દરજ્જાને કારણે નહીં પરંતુ મને લાગે છે કે કતેની પાસે તીવ્ર ક્રિકેટ મગજ છે.

સાંગાકારાએ કહ્યુ, તે દિલથી ક્રિકેટના સર્વશ્રેષ્ઠ હિત વિશે વિચારે છે અને જ્યારે તમે આઈસીસીમાં હોય તો તે માત્ર તે માટે ન બદલવું જોઈએ કે તમે બીસીસીઆઈ અધ્યક્ષ હોવ કે ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ કે અન્ય બોર્ડ.

સાંગાકારાએ કહ્યુ, તમારી માનસિકતા આંતરરાષ્ટ્રીય હોવી જોઈએ અને તમે જ્યાંથી આવ્યા તો ત્યાંને લઈને મતભેદ ન હોવા જોઈએ. જેમ કે હું ભારતીય, શ્રીલંકન, ઓસ્ટ્રેલિયન કે ઇંગ્લિશ છું. તેણે સમજવું જોઈએ કે હું ક્રિકેટર છું અને તે કરી રહ્યો છું, જે ક્રિકેટ રમનાર બધા દેશો માટે સર્વશ્રેષ્ઠ છે.

42 વર્ષીય કુમાર સાંગાકારાએ કહ્યુ કે, ગાંગુલીમાં સંબંધો બનાવવાની ક્ષમતા છે, જે ક્રિકેટની સંચાલન સંસ્થામાં પ્રભાવી પદ માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યુ, બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા પહેલાથી મેં તેમનું કામ જોયું છે વહીવટ અને કોચિંગથી પણ પહેલા, તેણે કઈ રીતે વિશ્વના ખેલાડીઓ સાથે સંબંધ બનાવ્યા, એમસીસી ક્રિકેટ સમિતિમાં તેમનો કાર્યકાળ.

બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરે આ મહિનાની શરૂઆતમાં આઈસીસીના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધું હતું. ચૂંટણી થવા સુધી હોંગકોંગના ઇમરાન ખ્વાજાને વચગાળાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. સાંગાકારા એકમાત્ર પૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટન નથી, જેણે ગાંગુલીનું સમર્થન કર્યું છે. આ પહેલા અનેક ખેલાડીઓએ પણ તેમનું સમર્થન કર્યું હતું.

(4:36 pm IST)