ખેલ-જગત
News of Saturday, 27th June 2020

અમારે એકબીજાને બહુ કહેવુ નથી પડતુ

બુમરાહ અને શમી સાથે બોલીંગ કરવા વિશે ભુવનેશ્વરે કહ્યું... : સારી બોલીંગ કરીને બેટ્સમેન ઉપર પ્રેશર રાખવાનુ કામ કરીએ છીએ

નવી દિલ્હી : ભારતીય ડિપાર્ટમેન્ટના સફળ બોલર ભુવનેશ્વરકુમારનું કહેવુ છે કે મારી સફળતાનો રાજ બોલરો વચ્ચેના સારા સંબંધ છે. જેમાં મોહમ્મદ શમી અને જશપ્રીત બુમરાહને વધુ કશુ કહેવુ પડતુ નથી. ભુવનેશ્વર કુમારે કહ્યુ કે કયો બોલર કયા એન્ડથી બોલીંગ કરે છે એ મહત્વનું નથી, કારણ કે મારે જે પફોર્મ કરવાનુ છે એ મારે જ કરવાનું છે છતાં મોહમ્મદ શમી અને જશપ્રીત બુમરાહ સીનીયર ખેલાડી હોવાથી અમે તેમની સાથે થોડી ઘણી વાતચીત કરતા રહીએ છીએ કે બેટ્સમેનને કેવી રીતે હેરાન કરી શકાય. અમારી બોલીંગ - પાર્ટનરશીપ આવી જ છે. અમે એકબીજા સાથે વધારે વાત નથી કરતા. અમે સતત સારી બોલીંગ કરીને સામેવાળી ટીમના બેટ્સમેન પર પ્રેશર બનાવી રાખવાનું કામ બન્ને એન્ડથી કરતા રહીએ છીએ.

(3:30 pm IST)