ખેલ-જગત
News of Friday, 26th May 2023

મુંબઇ ઇન્‍ડિયન્‍સના ક્રિકેટરોએ લખનઉના નવીનને બનાવ્‍યો ટાર્ગેટ

થોડા દિવસ પહેલાં બૅન્‍ગલોરના કોહલી સાથેના ઝઘડા પછી લખનઉના અફંઘાનિસ્‍તાની બોલર નવીન-ઉલ-હકે ઇન્‍સ્‍ટાગ્રામ પર ‘ સ્‍વીટ મૅન્‍ગોઝ' એવા હેડિંગ સાથે પોસ્‍ટ કરેલી તસવીરમાં કેરીને ખરાબ હાલતમાં બતાડી હતી. તેણે દીવાલ પરનું ટીવી પણ જોઈ શકાય એવો ફોટો પાડીને પોસ્‍ટ કર્યો હતો. તેનો આશય મુંબઈ સામે એક જ રનમાં આઉટ થયેલા કોહલીની વિકેટ બતાવવા ઉપરાંત બૅન્‍ગલોરનો મુંબઈ સામે પણ પરાજય થયો એ દેખાડવાનો હતો.  મુંબઈની ટીમના ત્રણ ક્રિકેટર્સ સંદીપ વૉરિયર, વિષ્‍ણુ વિનોદ અને કુમાર કાર્તિકેયે ઇન્‍સ્‍ટાગ્રામ પર નવીનની સ્‍વીટ મૅન્‍ગોઝ' સ્‍ટોરીના જવાબમાં સ્‍વીટ સીઝન ઓફ મેન્‍ગોઝ'ની કૅપ્‍શન સાથે પોતાને ગાંધીજીના ત્રણ પ્રતીકાત્‍મક ડાહ્યા વાંદરા જેવી એક્‍શન સાથેનો ફોટો પડાવ્‍યો હતો. નવીનને ખાસ કરીને બન્ને કાન પર આંગળી મૂકવાની આદત વિશે ટકોર કરતો આ ફોટો ગઈ કાલે મોડેથી ડિલીટ કરવામાં આવ્‍યો એ પહેલાં એનો સ્‍ક્રીનશૉટ સોશ્‍યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો

(4:06 pm IST)