ખેલ-જગત
News of Friday, 27th May 2022

રોમાએ ફેયેનૂર્ડને હરાવી જીત્યું પ્રથમ યુરોપા કોન્ફરન્સ લીગ ટાઇટલ

નવી દિલ્હી: AS રોમાએ અહીંના તિરાના એર અલ્બેનિયા સ્ટેડિયમ ખાતે યુઇએફએ યુરોપા કોન્ફરન્સ લીગની ફાઇનલમાં ફેયેનુર્ડને 1-0થી હરાવ્યું. ફેયનુર્ડે બુધવારે મેચની શાનદાર શરૂઆત કરી કારણ કે તેણે પિચનો સારો ઉપયોગ કર્યો હતો. રોમાના પોર્ટુગીઝ મિડફિલ્ડર સર્જિયો ઓલિવિરાએ મેચની શરૂઆતમાં ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફેયનુર્ડે તેને નિષ્ફળ બનાવ્યો હતો.રોમાના નિકોલો જાનિઓલોએ 32મી મિનિટે સરસાઈ મેળવી હતી, એમ સિન્હુઆએ અહેવાલ આપ્યો હતો. તેણે પોતાની ચતુરાઈથી ગોલ કર્યો અને ટીમને એક પોઈન્ટ સાથે લીડ લેવામાં મદદ કરી. મે 1997માં યુઇએફએ ચેમ્પિયન્સ લીગની મેચમાં એલેસાન્ડ્રો ડેલ પિએરો પછી 22 વર્ષીય જાનિઓલો મુખ્ય યુરોપિયન સ્પર્ધાની ફાઇનલમાં ગોલ કરનાર સૌથી યુવા ખેલાડી છે.

(5:57 pm IST)