ખેલ-જગત
News of Monday, 27th May 2019

પાકિસ્તાનનો વિરાટ કોહલી છે બાબર આઝમઃ માઇકલ કલાર્ક

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ કલાર્ક હાલમાં પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમને પાકિસ્તાનનો વિરાટ કોહલી ગણાવ્યો છે. વર્લ્ડકપની ટુર્નામેન્ટમાંની વોર્મઅપ મેચમાં પાકિસ્તાન અને અફદ્યાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં વનડાઉન બેટિંગ કરવા આવેલા બાબરે ૧૦૮ બોલમાં ૧૦ ફોર અને બે સિકસરની મદદથી ૧૧૨ રન કર્યા હતા.

નોંધનીય છે કે પાકિસ્તાનની ટીમના આ બેટ્સમેને અત્યાર સુધીમાં ૧૦૦ જેટલી વનડે ઈન્ટરનેશનલ મેચ રમી છે અને ટી૨૦માં સૌથી ઝડપથી ૧૦૦૦ રન પૂરા કરનારા બેટ્સમેનની યાદીમાં પોતાનું નામ સામેલ કરાવડાવ્યું છે. બાબરે આ ૧૦૦૦ રન બનાવવા માટે ૨૧ ઈનિંગ્સ રમી છે. આ પહેલાં પણ બાબરના શાનદાર પ્રદર્શન માટે તેની તુલના વિરાટ કોહલી સાથે કરવામાં આવી છે.

(3:47 pm IST)