ખેલ-જગત
News of Monday, 27th May 2019

ઈંગ્લેન્ડની મુશ્કેલીમાં વધારો ફાસ્ટ બોલર વુડ ઈજાગ્રસ્ત

સાઉથમ્પટન :  ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વુડ ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ પ્રેકિટસ મેચ દરમ્યાન ઈજા પામ્યો હતો અને તેણે મેચની અધવચ્ચે સ્કેન કરાવવા હોસ્પિટલ જવું પડ્યું હતું. વુડે  ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ પ્રેકિટસ મેચમાં ૩.૧ ઓવર બોલિંગ કર્યા બાદ મેદાન છોડવું પડ્યું હતું. વુડના જમણા પગમાં દુખાવો ઉપડ્યો હતો.

તે પગની ઘૂંટીની ઈજાથી અગાઉ પણ પરેશાન રહ્યો છે. ઇંગ્લેન્ડ માટે સારા સમાચાર એ છે કે તે દોડીને પેવિલિયનમાં પાછો ફર્યો હતો. ત્યાર બાદ તે સ્કેન કરાવવા હોસ્પિટલ ગયો અને મેચમાં બહાર રહ્યો હતો. ઇગ્લેન્ડ એ મેચ ૧૨ રનથી ગુમાવી હતી. ઇંગ્લેન્ડના કાર્યવાહક કેપ્ટન જોસ બટલરે કહ્યું કે જોઈએ છીએ, સવારે તેની સ્થિતિ કેવી રહે છે. આ તેને માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. અમે વુડ સારો હશે એવી આશા રાખીએ છીએ.

(3:46 pm IST)