ખેલ-જગત
News of Thursday, 26th April 2018

ICC વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર : ભારતનો 5 જૂને સાઉથ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ મેચ

વર્લ્ડ કપમાં કુલ 10 ટીમ ભાગ લેશે : ઇંગ્લેડ અને સાઉથ આફ્રીકા વચ્ચે પ્રથમ મેચ સાથે થશે શરૂઆત

નવી દિલ્હી : ક્રિકેટની વૈશ્વિક સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019નું શેડ્યુઅલ જાહેર કર્યું છે આઇસીસીએ અધિકારીક વેબસાઇટ પર એક નિવેદન કરીને આ અંગે માહિતી આપી હતી. ઇંગ્લેન્ડમાં આયોજીત થનાર આ પ્રતિષ્ઠિત ક્રિકેટ ટુર્નામેન્ટ 30મેથી 14 જુલાઇ સુધી ચાલશે. જેમાં 10 ટીમ હિસ્સો લેશે. ઇંગ્લેન્ડની ટીમ ઓવલનાં મેદાનમાં સાઉધ આફ્રીકા વિરુદ્ધ પ્રથમ મેચ રમીને ઉદ્ધાટન કરશે. 

  1983 અને 2011ની ચેમ્પિયન ટીમ ભારત પ્રથમ મેચ 5 જુને સાઉથ આફ્રીકા સામે રમશે.વર્ષ 2013માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પોતાને નામે કરી ચુકેલી ભારતીય ટીમની મેચ સાઉથંપ્ટનમાં રમાશે. ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાન વિરુદ્ધ ભારતની મેચ માનચેસ્ટરમાં 16 જુનનાં રોજ રમાશે.હાલની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે પહેલી મેચ 1 જુને ક્વોલિફાઇ ચેમ્પિયન અફઘાનિસ્તાનની વિરુદ્ધ રમશે જે બ્રસેલ્સમાં ડે-નાઇટ મેચ રમવામાં આવશે. 

  હાલનાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા અને પુર્વ ચેમ્પિયન પાકિસ્તાન પોતાનાં અભિયાનની શરૂઆત 2 વખતની પુર્વ ચેમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ કરશે. વિન્ડિઝની ટીમ હાલનાં આઇસીસી વર્લ્ડટી20 ચેમ્પિયન છે અને તેનું પાકિસ્તાનની વિરુદ્ધ મેચ 31 મેનાં રોજ ટ્રેંટ બ્રિજમાં રમાશે. 

આઇસીસી ચેમ્પિયન ટ્રોફી 2017ની ફાઇનલમાં પાકિસ્તાન વિરુદ્ધ પરાજય સહન કર્યાનાં 2 વર્ષ બાદ ભારત પાસે ક્રિકેટનાં મોટા મંચ પર બદલો ચુકતે કરવાની તક રહેશે જ્યારે બંન્ને ચિર પ્રતિદ્વંદી 16 જુને સામસામે ટકરાશે. વર્ષ 2015ની સેમી ફાઇનલિસ્ટ ભારતીય ટીમે આ વખતે પ્રશંસકોને ઘણી આશા રહેશે. જ્યારે વિરાટ કોહલી ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. 

વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ : 

1 ભારત VS સાઉથ આફ્રિકા - સાઉથેમ્પ્ટન - 5 જૂન

2 ભારત VS ઓસ્ટ્રેલિયા - ધ ઓવલ - 9 જૂન

3 ભારત VS ન્યૂઝીલેન્ડ, ટ્રેટ બ્રિજ - 13 જૂન

4 ભારત VS પાકિસ્તાન - ઓલ્ડ ટ્રેફોર્ડ - 16 જૂન

5 ભારત VS અફઘાનિસ્તાન - સાઉથેમ્પ્ટન - 22 જૂન

6 ભારત VS વેસ્ટ ઈન્ડિઝ, ઑલ્ડ ટ્રેફોર્ડ - 27 જૂન

7 ભારત VS ઈંગ્લેન્ડ - એજબેસ્ટન - 30 જૂન

8 ભારત VS બાંગ્લાદેશ - અજેબેસ્ટન - 2 જુલાઈ

9 ભારત VS શ્રીલંકા - લૉડ્સ - 6 જુલાઈ

(12:37 am IST)