ખેલ-જગત
News of Saturday, 27th February 2021

ખરાબ પિચથી સ્ટેડિયમને ૧૨ માસ સસ્પેન્ડ કરી શકાય

નવી દિલ્હી,તા.૨૬ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ હતી. ત્રીજી મેચમાં હાર બાદ અમદાવાદની પિચ અંગે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. ચેન્નઇમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની હાર બાદ પણ પિચ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પિચ સામે સવાલ ઉઠાવનારાઓને સુનિલ ગાવસ્કરે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ પિચ પર રોહિત શર્મા અને જેક ક્રાઉલીએ અડધી સદી ફટકારી ઇંગ્લેન્ડ રન કરવાની જગ્યાએ વિકેટ બચાવવાનું વિચારી રહ્યું હતું. પિચ અંગે વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે આપણે જાણીએ ખરાબ પીચ કોને કહેવા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલના નિયમ શું કહે છે. આઇસીસીના નિયમ અનુસાર, ખરાબ પિચ તેને કહેવાય જ્યાં બેટ અને બોલ વચ્ચે બરાબરીનો મુકાબલો થતો નથી.

(2:35 pm IST)