ખેલ-જગત
News of Thursday, 27th February 2020

ની ડિસ્લોકેટ થયા પછી પણ ૯૦ મિનિટ રમી ગેમ પુરી કરી

સ્કોટલેન્ડની આ મહિલા ફુટબોલરે ભારે કરી !

લંડન,તા.૨૭: રમતાં-રમતાં વાગી જાય તો બાળકો તરત જ લોકોનું  ધ્યાન આકર્પવાની કોશિશ કરતાં હોય છે. જોકે આ  આદત માત્ર બાળકોમાં જ નહીં, પરંતુ મોટાઓમાં પણ જોવા મળતી હોય છે, પણ સ્કોટલેન્ડની આ મહિલા ફુટબોલરે ભારે કરી!

ફુટબોલ રમતી વખતે હરીફ ખેલાડીને કારણે  સ્કોટિશ ફૂટબોલ ટીમ સેન્ટ મિરનની કેપ્ટન જેન ઓ'ટુલની ની-કેપ (ઢીંચણની વાટકી) ખસી ગઈ. જોકે જરાય હિંમત હાર્યા વિના તેણે ખસી ગયેલી ઢાંકણીને થપ્પડ મારે એ રીતે મારી ફરી એના સ્થાને ગોઠવી દીધી અને જાણે કાંઈ બન્યું જ નથી એમ રમવા લાગી. આ રીતે તેણે લગભગ ૯૦ મિનિટ જેટલા સમયની ગેમ પૂરી કરી.

આ વિડિયો કિલપ સેન્ટ મિરન ડબ્લ્યુએફસી દ્વારા ટ્વિટર પર શૈર કરવામાં આવી હતી જેના માટે જેન ઓ'ટુલ આઇસીટી સામે ફૂટબોલ મેચ રમી રહી હતી. વિડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે અમારી કેપ્ટન જેન ઓ'ટુલ મજબૂત મનની મહિલા છે. આવી મહિલાને તમે તોડી ન શકો. આ કિલપે ઘણાને અચંબિત કર્યા છે તો અનેક લોકોએ જેન ઓ'ટુલ માટે આદર વ્યકત કર્યો છે.

(3:44 pm IST)