ભલે ટીમ પેન વિવાદમાં હોય, પણ તેને મારૂ સમર્થન : નાથન લિયોન
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ઓફ સ્પિન બોલર નાથન લિયોનનું માનવું છે કે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ટિમ પેન હાલમાં વિશ્વનો વેસ્ટ વિકેટ કીપર છે. એશિઝ શ્રેણીમાં તેની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ બની છે. કહયું કે તેણે ટીમમાંથી કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ તે એશિઝમાં રમવા માંગે છે, તેથી તેને તક આપવી જોઈએ. તેણે વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં અશ્લીલ મેસેજ મોકલવાનો મામલો સામે આવ્યા બાદ પણ પેનને ઓસ્ટ્રેલિયન ટીમનું ૧૦૦ ટકા સમર્થન છે.
ઓસ્ટ્રેલિયા ટીમના સ્પિન બોલરે કહ્યું કે,મારી દૃષ્ટિએ ટિમ દેશ અને દુનિયાનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે. હું ૧૦૦ ટકા ખાતરી આપી શકું છું કે તેને ઓસ્ટ્રેલિયન ડ્રેસિંગ રૂમનો સંપૂર્ણ સમર્થન છે. હું તેમને બિલકુલ વિક્ષેપ તરીકે જોતો નથી. અમે પ્રોફેશનલ ખેલાડી છીએ અને અમે મેદાન પર જઈને અમારું કામ કરીશું. ટિમ ભૂલ કરી, પરંતુ હું સંમત છું કે તેણે પ્રમાણિક બનવા માટે ઘણી હિંમત બતાવી. ટિમ માટે મારો તમામ સમર્થન છે.