ખેલ-જગત
News of Friday, 26th November 2021

મેચ દરમિયાન ગુટખા ખાઇ મોબાઇલ પર વાત કરતાં પ્રેક્ષકની તસ્વીર વાયરલ...

નવી દિલ્હીઃ કાનપુર ટેસ્ટ મેચ દરમિયાન ગુટખા ખાતો એક વ્યકિત ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે લાઈવ મેચ દરમિયાન તેની તસવીર ટીવી પર બતાવવામાં આવી.  આ વીડિયો જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને આ વ્યકિત વાયરલ થઈ ગયો.  ઉત્તર પ્રદેશનું કાનપુર શહેર પહેલાથી જ પાન મસાલા અને તમાકુ ખાવા માટે ખૂબ ચર્ચામાં છે. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના મીમ્સ પણ વાયરલ થાય છે.  આ જ કારણ છે કે મેચ દરમિયાન કેમેરામાં આવ્યા બાદ આ ગુટખા મેનની તસવીર અચાનક વાયરલ થઈ ગઈ હતી.

  ભારતીય ટીમના પૂર્વ ઓપનર વસીમ જાફર પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપતા પોતાને રોકી શક્યા નથી.  તેણે આ વ્યકિતના ફોટો સાથે એક ફની મીમ શેર કરી છે.  આ મીમમાં એક તરફ ફોન પર વાત કરતા વ્યકિતની તસવીર છે અને બીજી બાજુ નીચે હિન્દી ફિલ્મ હેરા ફેરી, રાજુભાઈ અને બાબુ રાવના પાત્રો છે.  બાબુ રાવ યુવકને કહી રહ્યો છે કે બાબા તેના મોઢામાંથી સોપારી કાઢીને વાત કરી રહ્યા છે.

(12:37 pm IST)