ખેલ-જગત
News of Friday, 26th November 2021

કુસ્તીબાજ રવિ દહિયા, પેરાલિમ્પિયન શરદ કુમાર સહિતના એથ્લેટસનું કેજરીવાલે કર્યું સન્માન

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયાને ૨ કરોડ રૂપિયાના સમ્માન રાશિથી સન્માનિત કર્યા અને કુસ્તીબાજને રમત વિભાગના સહાયક નિર્દેશક તરીકે નિયુકત કર્યા.

 દહિયા ઉપરાંત, કેજરીવાલે બ્રોન્ઝ મેડલ વિજેતા પેરાલિમ્પિયન શરદ કુમાર અને એથ્લેટ્સ સિમરન, સાર્થક ભામ્બરી, અમોદ જેકબ અને કશિશ લાકરાનું સન્માન કર્યું હતું. કેજરીવાલે કહ્યું કે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે, જ્યારે અમે અમારા દેશના છ નાયકોનું સન્માન કરી રહ્યા છીએ.  અમે હંમેશા કહીએ છીએ કે દિલ્હીના બે કરોડ લોકો અમારા માટે પરિવાર સમાન છે અને જ્યારે અમારા પરિવારનું એક બાળક કંઈક સારું કરે છે ત્યારે આખો પરિવાર ખુશ થાય છે અને ગર્વ અનુભવે છે.

(12:37 pm IST)