ખેલ-જગત
News of Thursday, 25th November 2021

ભજજીએ આલીશાન એપાર્ટમેન્ટ વેંચી નાંખ્યો

નવી દિલ્હીઃ  અનુભવી ઓફ-સ્પિનર  હરભજને મુંબઈમાં પોતાનો એપાર્ટમેન્ટ ૧૭.૫૮ કરોડ રૂપિયામાં વેચી દીધો છે.  આ ડીલ ૧ પૂર્ણ થઈ ગઈ છે અને આ એપાર્ટમેન્ટ JBC ઈન્ટરનેશનલ LLP દ્વારા ખરીદવામાં આવ્યું છે. અંધેરી વેસ્ટમાં સ્થિત હરભજન સિંહનું આ એપાર્ટમેન્ટ ૨૮૩૦ સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે.

 મનીકંટ્રોલ દ્વારા ટાંકવામાં આવેલા સમાચાર મુજબ, હરભજન સિંહનું આ એપાર્ટમેન્ટ રૂસ્તમજી એલિમેન્ટ્સ પ્રોજેકટના ૯મા માળે છે.  ખરીદનારએ આ એપાર્ટમેન્ટ માટે ૮૭.૯ લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે.  હરભજને ડિસેમ્બર ૨૦૧૭માં આ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું અને માર્ચ ૨૦૧૮માં તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

(3:51 pm IST)