ખેલ-જગત
News of Thursday, 25th November 2021

વેઇટલીફટર મીરાબાઇ ચાનુ વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી ખસી ગઇ

નવી દિલ્હીઃ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ તાશ્કંદ, ઉઝબેકિસ્તાનમાં ૭ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ સિનિયર ચેમ્પિયનશિપમાંથી ખસી ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓની ૪૯ કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પણ છે.  ભારતના મુખ્ય કોચ વિજય શર્માની સલાહ પર તેણીએ બંને ઇવેન્ટમાંથી ખસી ગઈ હતી.

(3:29 pm IST)